૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દરેક પક્ષ પોતાના પક્ષને મજબૂત કરવા માટે અત્યારથી જ એડી ચોટીનો ચોર લગાવી રહી છે ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીને લઇ હાલમાં દરેક પક્ષના આગેવાનો બનાસકાંઠા જિલ્લામાં બેઠક શોધી રહ્યા છે અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પક્ષનો વિજય થાય તે માટે પક્ષમાં વધુમાં વધુ કાર્યકર્તાઓને જોડવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજે ડીસા ના સર્કિટ હાઉસ ખાતે દલિત સમાજના આગેવાનોની બેઠક યોજાઇ હતી આ બેઠકમાં આવનારા સમયમાં કોંગ્રેસ પક્ષનો વિજય થાય તે માટે દલિત સમાજના આગેવાનોને વધુમાં વધુ પક્ષમાં જોડવા માટે અપીલ કરાઈ હતી. ખાસ કરીને ડીસા તાલુકામાં દલિત સમાજના સોથી પણ વધુ કાર્યકર્તાઓ એક ગ્રામ્ય વિસ્તારમાંથી જોડાય તે માટે દલિત સમાજના બનાસકાંઠા જિલ્લા પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી હતી આજે યોજાયેલા આ કાર્યક્રમમાં બનાસકાંઠા જીલ્લા પ્રમુખ શંકરભાઈ સોલંકી, કો. ઓડીનેટર ઈશ્વરભાઈ પરમાર, સેંધાભાઈ પરમાર, જેન્તીભાઇ પરમાર, ધાનેરા તાલુકા પ્રમુખ કાંતિભાઈ સોલંકી, દાંતીવાડા તાલુકા પ્રમુખ ભરતભાઇ ભિલેચા તેમજ બંને તાલુકાની કમિટી ની ઉપસ્થિતિમાં મિટિંગ યોજાઈ હતી.જેમા ટૂંક સમયમાં બનાસકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય દલીત અધિકાર મંચ ની મજબુત ટીમ નુ નિર્માણ કરવામાં આવશે
રાષ્ટ્રીય દલીત અધિકાર મંચ ની મજબુત ટીમ નુ નિર્માણ,૨૦૨૨ માં કોંગ્રેસ ને ટેકો આપવાની તૈયારી..
Tags:
##suigam##VAV##બનાસકાંઠા#આજ ના ડીસા ના સમાચાર#ગુજરાત#ડીસ અન સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#રાષ્ટ્રીય દલીત અધિકાર મંચ#લોકલ સમાચાર
Related News Stories
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા
પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા
(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ
વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...
