Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

બનાસકાંઠા જીલ્લામાંથી નીકળતી HPCL ની પાઈપલાઈન લઈ ખેડૂતો નો વિરોધ

બનાસકાંઠાની જિલ્લાઓમાંથી HPCL પાઇપલાઇન નીકળી રહી છે. જે પાઇપલાઇનની કામગીરી સામે ખેડૂતો વિરોધ છે. ખેડૂતોનું કહેવું છે કે છ માસથી ચાલતી કામગીરીમાં રવી સીઝન દરમિયાન વાવેતર કરેલુ હોવા છતાં HPCL ના અધિકારીઓ દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. રવી સિઝનમાં ખેડૂતોએ પાકનું વાવેતર થઈ ગયું છે. પરંતુ તેમ છતાં કામગીરી પ્રગતિ પર હોઈ ખેડૂતોના પાકનું નુકસાન થયું છે. ખેડૂતોની માગણી છે કે સરકાર રવી સીઝનમાં થયેલા પાક નુકસાનીનું વળતર ચુકવે.

એચપીસીએલ ની પાઈપલાઈન ની કામગીરી પ્રગતિ પર છે. તે વચ્ચે ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે. ફરજ પરના એચપીસીએલ અધિકારીનું કહેવું છે કે ખેડૂતોને પાઈપલાઈન નાખવા પેટે થયેલા નુકસાનનું વળતર ચૂકવાયું છે. પરંતુ તેમ છતાં ખેડૂતો રવી સીઝનમાં નવા નુકસાનના વળતરની માંગ કરી રહ્યા છે. જેનો ઉલ્લેખ કાયદામાં ક્યારેય નથી. જેથી આ સમગ્ર મામલો નાયબ કલેકટર મહેસૂલમાં હોય આ મામલે તેમના તરફથી કોઈ કામગીરી કરવાની રહેતી નથી.અનેક ખેડૂતોએ રવી સીઝન ની શરૂઆત કરી દીધી છે. તે વચ્ચે જ્યારે હવે પાઇપલાઇનને કામગીરી ચાલી રહી છે. ત્યારે રવિ સિઝનના પાકોને પણ નુકસાન થયું છે. ખેડૂતોને વળતર ચૂકવાય તે માટે જગતનો તાત માંગ કરી રહ્યો છે.

ડીસા : રિપોર્ટર : મહાવીર શાહ

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: