Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

બનાસકાંઠા કોંગ્રેસ માં ભંગાણ ,દાંતા ના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ જોડાયા ભાજપ માં

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓનું ભાજપમાં જોડાવાનું શરૂ થઈ ચુક્યું છે . તેમાં વધુ એકનો ઉમેરો થયો છે બનાસકાંઠાનાં દાતાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા વસંત ભટોળ ભાજપમાં જોડાયા છે.તા.૦૯/૦૫/૨૦૨૨ ના રોજ  કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે કેસરિયો ખેસ પહેર્યો હતો. તેઓ પોતાના 3000થી પણ વધુ સમર્થકો સાથે કમલમ ખાતે ભાજપમાં જોડાયા હતા.જેમાં બનાસકાંઠા ના દિગ્ગજ નેતા ઓ જેવા કે શંકરભાઈ ચૌધરી ,હરિભાઈ ચૌધરી સહીત ડીસા ના ધારાસભ્ય શશીકાંત પંડ્યા તેમજ વર્તમાન સાસંદ પરબત ભાઈ પટેલ સહીત અનેક નેતાઓ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે વસંત ભટોળ બનાસ ડેરીના પૂર્વ ચેરમેન પરથી ભટોળના પુત્ર છે. પરથી ભટોળ બનાસડેરીમાં 22 વર્ષ સુધી ચેરમેન રહ્યા છે. વસંત ભટોળ 2019માં ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાયા હતા. જોકે હવે યુવા નેતા વસંત ભટોળ ફરી ભાજપમાં જોડાયા અને ઘર વાપસી કરી છે. જેથી 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ફાયદો થશે. તેમજ યુવા ટીમમાં વસંત ભટોળ એક મોટુ નેટવર્ક ધરાવે છે જેનો ફાયદો ભાજપને થશે તેવું રાજનીતિક વિશ્લેષકો જણાવી રહ્યા છે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: