બનાસકાંઠા માં આજે એક હજાર થી વધુ ડોક્ટરો એ પોતાની હોસ્પિટલો બંધ રાખી હડતાલ માં જોડાયા છે ગુજરાત હાઇકોર્ટે મૌખિક આદેશ કરી રાજ્ય સરકારને હોસ્પિટલમાં ICU ગ્રાઉન્ડ પર રાખવુ જોઈએ તેમજ કાચના ગ્લાસ દૂર કરવા સહિતની જોગવાઈઓ લાગુ કરવા માટે સૂચના આપી છે. જે અંતર્ગત રાજ્ય સરકારે તમામ હોસ્પિટલો ને સાત દિવસમાં આદેશનું પાલન કરવા માટે ની નોટિસ આપવામાં આવી રહી છે. આ નિર્ણય ના વિરુદ્ધમાં આજે IMA ગુજરાતના 30,000 થી વધુ ડોક્ટરો જોડાયા છે અને 4000 થી વધુ હોસ્પિટલોમાં 24 કલાક સુધી તમામ પ્રકારની સેવાઓ બંધ રાખવામાં આવી છે.IMA સમર્થન માં ડીસા IMA ના તમામ ડોક્ટરો પણ જોડાયા હતા. આ લડત માં બનાસકાંઠા માં આવેલી ટ્રસ્ટની હોસ્પિટલો, લેબોરેટરી, નર્સિંગ હોમ,પ્રસુતિ ગૃહ, ઓપીડી અને ઇમર્જન્સી સહિત તમામ સેવાઓ બંધ રાખી 170 થી વધુ ડોક્ટરોએ વિરોધ દર્શાવ્યો હતો. 24 કલાક સુધી ચાલનારી આ હડતાલમાં ઈમરજન્સી ધરાવતા દર્દીઓને નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવશે. IMA ડીસા ના પ્રમુખ ડો. બળવંત પંચાલે જણાવ્યું હતું કે સાત દિવસમાં કોઈપણ મોટી હોસ્પિટલમાંથી આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર લાવવું એ શક્ય નથી. આ નિર્ણય અતાર્કિકઅને અયોગ્ય છે સરકારે આના માટે ડોક્ટરો સાથે મળીને લોકોના હિતમાં વિચાર કરવો જોઈએ અને રસ્તો નીકળવો જોઈએ..
ડીસા IMA ડોકટર હડતાલ માં જોડાયા
Tags:
##બનાસકાંઠા#ગુજરાત#ડીસા#ડીસા તાલુકા ના સમાચાર#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા તાલુકા સમાચાર#ડીસા ના આજ ના#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના આજના સમાચાર#ડીસા ના ગામડા ના સમાચાર#ડીસા ના લોકલ સમાચાર#ડીસા ના સમાચાર#ડીસા માર્કેટ ના આજના ભાવ#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર
Related News Stories
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
