ગુજરાત રાજ્ય ની સૌથી મોટી દિયોદર ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ પદે કુંવરાણી કિરણકુમારી ગિરિરાજસિંહ વાઘેલાની ભવ્ય જીત બાદ સરપંચન નો ચાર્જ સંભાળ્યો હતો જ્યાં સોમવારના રોજ પ્રથમ બેઠક મીટીંગ મા ડેપ્યુટી સરપંચ માટે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચૂંટણી અધિકારી તાલુકા પંચાયત કચેરીના અધ્યાસી અધિકારી જે. આર. ગઢવી અધિક મદદનીશ ઇજનેરની હાજરીમાં ગ્રામ પંચાયત કચેરી ખાતે સભા યોજાઈ હતી. જેમાં ડેપ્યુટી સરપંચ તરીકે અરજણભાઈ વધાજી ઠાકોર ની બિન હરીફ વરણી કરવામાં આવી હતી. દિયોદર ગ્રામ પંચાયત કચેરી ના 16 વોર્ડ ધરાવતી ગ્રામ પંચાયત જેમાં 13 વોર્ડ માં સદભાવના પેનલની જીત થઈ હતી. જેમાં આજે દિયોદર ગ્રામ પંચાયત કચેરી ખાતે કુંવરાણી કિરણકુમારી ગિરિરાજસિંહ વાઘેલા સરપંચ તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. જેમાં સભામાં રાજવી માનસિંહજી વાઘેલા ,પૂર્વ સરપંચ અને પંચાયત સદસ્ય ગિરિરાજસિંહ વાઘેલા સહિત ગ્રામ પંચાયત ના 16 સદસ્યો તેમજ ગામના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં સરપંચ અને ડેપ્યુટી સરપંચ ને ફૂલહાર, શાલ ઓઢાડી શુભેચ્છા પાઠવી હતી.
દિયોદર ગ્રામ પંચાયત કચેરીખાતે પંચાયતના નવીન સરપંચ સહિત ડે. સરપંચે ચાર્જ સંભાળ્યો..
Tags:
#Day including new sarpanch of panchayat at Deodar gram panchayat office. Sarpanch took charge.#ગીરીરાજ સિંહ વાઘેલા#દિયોદર ગ્રામ#દિયોદર ગ્રામ પંચાયત કચેરીખાતે પંચાયતના નવીન સરપંચ સહિત ડે. સરપંચે ચાર્જ સંભાળ્યો..#દિયોદર રાજવી#બનાસકાંઠા ના સમાચાર
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा
बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
