Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

Asia Cup 2022: એશિયા કપ માટે બાંગ્લાદેશ ટીમની જાહેરાત, શાકિબ અલ હસન હશે કેપ્ટન

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ એશિયા કપ 2022 માટે તેની 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ઓલરાઉન્ડર શાકિબ અલ હસન ટીમની કેપ્ટનશીપ સંભાળશે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ટીમની જાહેરાત કરવામાં આવી છે. બોર્ડ દ્વારા શાકિબને બાંગ્લાદેશ માટે રમવાનું પસંદ કરવા અથવા ‘બેટવિનર ન્યૂઝ’ નામની સટ્ટાબાજીની કંપની સાથે ભાગીદારી જાળવવાનું કહેવામાં આવ્યું હતું. આખરે શાકિબે કંપની સાથેની ડીલ ખતમ કરી નાખી હતી.

ટી-20 વર્લ્ડ કપમાં પણ કેપ્ટનશિપ કરશે

એશિયા કપ સિવાય શાકિબ ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ અને ટી20 વર્લ્ડ કપમાં પણ બાંગ્લાદેશી ટીમની કેપ્ટનશીપ કરશે. એશિયા કપ 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી સંયુક્ત આરબ અમીરાત (UAE)માં રમાશે. તે જ સમયે, ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર T20 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. મોમિનુલ હકની હકાલપટ્ટી બાદ શાકિબને આ વર્ષે જૂનમાં ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

લિટન દાસ ઈજાના કારણે બહાર

એશિયા કપ માટે બાંગ્લાદેશે પોતાની ટીમમાં ઘણા ફેરફાર કર્યા છે. વિકેટ કીપર બેટ્સમેન લિટન દાસ ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. મધ્યમ ક્રમના બેટ્સમેન શબ્બીર રહેમાન લાંબા સમય પછી ટીમમાં પરત ફર્યા છે.આ જ અનુભવી મુશફિકુર રહીમની પણ ટી-20 ટીમમાં વાપસી થઈ છે.શરીફુલ ઈસ્લામ, મુનીમ શહરયાર અને નજમુલ હુસૈન શાંતોને ટીમમાં સ્થાન મળ્યું નથી. વિકેટ કીપર બેટ્સમેન નુરુલ હસનને પણ આંગળીમાં ઈજા હોવા છતાં ટીમમાં રાખવામાં આવ્યો છે. નુરુલ અંગે બીસીબીએ કહ્યું કે તેઓ 21 ઓગસ્ટે તેની ઈજા અંગે અપડેટની અપેક્ષા રાખે છે.

એશિયાકપ માટે બાંગ્લાદેશની ટીમ

શાકિબ અલ હસન (કેપ્ટન), અનામુલ હક, મુશફિકુર રહીમ, અફીફ હુસેન, મોસાદીક હુસૈન, મહમુદુલ્લાહ, મેહદી હસન, મોહમ્મદ સૈફુદ્દીન, હસન મહમૂદ, મુસ્તફિઝુર રહેમાન, નસુમ અહેમદ, શબ્બીર રહેમાન, મેહદી હસન મિરાજ, ઇબાદત. હુસૈન, પરવેઝ હુસૈન ઈમન, નુરુલ હસન, તસ્કીન અહેમદ.

ત્રણ મેચની વન-ડે સીરિઝ માટે ઝિમ્બાબ્વે પહોંચી ટીમ ઇન્ડિયા

ભારતીય ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વે પહોંચી ગઈ છે, જ્યાં આગામી સપ્તાહથી બંને દેશો વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે. આ શ્રેણી માટે ભારતીય ખેલાડીઓ ઝિમ્બાબ્વે પહોંચી ગયા છે. ટીમ ઈન્ડિયાએ કેએલ રાહુલની કેપ્ટન્સીમાં આ વનડે શ્રેણીમાં પ્રવેશવાની છે. આ પછી ટીમ એશિયા કપ 2022 રમવા જશે, પરંતુ ઝિમ્બાબ્વે પ્રવાસ પર થોડા જ ખેલાડીઓ છે, જે એશિયા કપની ટીમનો ભાગ છે. આવી સ્થિતિમાં, આ સીરીઝના સંપૂર્ણ શેડ્યૂલ વિશે જાણો.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રમત-ગમત • Mar 29, 2026

એશિયા કપ તીરંદાજી: તેજલ સાલ્વેનો ડબલ કમાલ, ભારતને રજત અને કાંસ્ય ચંદ્રક

ભારતીય તીરંદાજી માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. યુવા તીરંદાજ તેજલ રાજેન્દ્ર સાલ્વેએ બેંગકોકમાં યોજાયેલા...
ગુજરાત • Sep 6, 2022

શ્રીલંકા એ ભારત સામે ૬ વિકેટે વિજય મેળવ્યો ,ભારત ને ફાઈનલ માં ચમત્કાર પહોચાડે તેવી પરિસ્થતિ નું નિર્માણ થયું

દુબઈ :શ્રી લંકા બેટિંગ માં પથુમ નિસંકા (52)અને કુશલ મેન્ડિસની અડધી સદી (57)ફટકારી બાદ...
ગુજરાત • Sep 6, 2022

પતિ પત્ની વચ્ચે રમુજી વાકયુદ્ધ,પાકિસ્તાની યુવકની ભારતીય પત્નીએ પતિને ખિજાયો,વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

જ્યારે જ્યારે ભારત-પાકિસ્તાન ની મેચ હોય ત્યારે હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળતા હોય છે.તેવો કિસ્સો...
ગુજરાત • Aug 30, 2022

ભારત-પાકિસ્તાનની મેચ જોવા પહોચેલી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર થઇ ટ્રોલ

દૂબઇમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને જોવા માટે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાને સોશિયલ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: