Live Fri, Nov 6, 2026
Rajkot • 31°C Sunny

ભરૂચ જિલ્લાની વાગરા બેઠકનું સંપૂર્ણ એનાલિસિસ, પહેલી ચૂંટણી ક્યારે થઈ ? કોંગ્રેસ-ભાજપના કોણ કોણ જીત્યા ! 2022માં કોણ ફાવશે

ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા બેઠક ઉપર હાલ કોંગ્રેસ-ભાજપ બાદ હવે આમ આદમી પાર્ટીની અંદર ખાને એન્ટ્રી થઈ ચૂકી છે આમ આદમી પાર્ટી અહીં યુવા અને પ્રામાણિક છાપ ધરાવતા ઉમેદવારને ઉભો રાખે તેવી વાતોએ રાજકીય વાતાવરણમાં ગરમાટો લાવી દીધો છે ત્યારે વાગરા બેઠક અંગે અગાઉનો અત્યારસુધીનો ઘટનાક્રમ શુ રહ્યો છે તે પણ જાણવું જરૂરી છે.વાગરા બેઠક ઉપર અત્યાર સુધી 13 ચૂંટણીઓ યોજાઈ ચુકી છે જેમાં કોંગ્રેસને 10 વખત અને ભાજપની 3 વાર જીત થઈ છે. વાગરા વિધાનસભા બેઠકની સૌ પ્રથમ ચૂંટણી 1962માં થઈ હતી.જેમાં કોંગ્રેસના ઉમેદવાર માનસિંહજીની જીત થઈ હતી.આમ, શરૂઆતથી કોંગ્રેસનું વાગરા બેઠક ઉપર વર્ચસ્વ રહ્યું હતું.વર્ષ 1967માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર એન. એમ કણસારા જીત્યા હતા.જ્યારે વર્ષ 1972માં પણ કોંગ્રેસના ઉમેદવાર ફતેસિંહજી પ્રતાપસિંહજીએ વાગરા બેઠક ઉપર જીત હાંસલ કરી હતી.વર્ષ 1975માં કોંગ્રેસના રાણા વિજયસિંહજીએ વિજય મેળવ્યો.
1980માં કોંગ્રેસ (આઇ)ના પ્રભાતસિંહ મકવાણા વિજેતા થયા. 1985માં પણ કોંગ્રેસના ઉમેદવાર મહિડા હરીસિંહે આ બેઠક પર જીત મેળવી કોંગ્રેસ માટે આ બેઠકને જાળવી રાખી હતી.જોકે, 1990માં ભાજપે આ બેઠક જીતી લીધી અને ભાજપના ઉમેદવાર વિક્રમસિંહ ચૌહાણે જીત મેળવી હતી. ત્યાર બાદ 1995માં ભાજપના ઉમેદવાર વાંસિયા ખુમાણસિંહે ફરી ભાજપને જીત અપાવી હતી.જોકે વર્ષ 1998માં ફરી આ બેઠક પર કોંગ્રેસના ઇકબાલ ઇબ્રાહિમ પટેલે ભાજપને પછડાટ આપી હતી.ત્યારબાદ વર્ષ 2002માં પણ કોંગ્રેસના રાશિદા ઇકબાલ પટેલે જીતી મેળવી હતી. જ્યારે 2007માં ફરી કોંગ્રેસના ઇકબાલ પટેલે આ બેઠક પર જીત મેળવી હતી અને સતત 3 ટર્મની સત્તા ભોગવ્યા બાદ કોંગ્રેસની આ સત્તા વધુ ટકી શકી નહીં અને 2012 અને 2017માં ભાજપે ફરી આ બેઠક કબ્જે કરી છે.આ બધા વચ્ચે વર્ષ 2017માં વાગરાવિધાનસભાની બેઠક પર એકંદરે લીડ પર રહેલાં કોંગ્રસના ઉમેદવાર સુલેમાન પટેલનો અંતિમ ત્રણેક રાઉન્ડમાં ખુબજ ઓછી સરસાઈ થી પરાજય થયો હતો. જે બાદ સાંજના સમયે કોંગી આગેવાનોએ મતદાન સમયે જાહેર કરાયેલાં આંકડા અને મત ગણતરીના આંકડામાં તફાવત હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમના જણાવ્યાનુસાર મતદાન કરતાં મતગણતરીના આંકડા વધી રહ્યાં હતા, જેને લઈ જેતે વખતે ખુબજ વિવાદ થયો હતો,
ઉલ્લેખનીય છે કે સુલેમાન પટેલ આ વિસ્તારના લોકપ્રિય નેતા રહયા છે અને દરેક સેવાકાર્યોમાં સતત હાજર રહેતા હોય સુલેમાન પટેલ લોકોમાં ખુબજ લોકપ્રિયતા ધરાવે છે જો તેવો આ વખતે ચૂંટણી લડશે તો ખરાખરીનો જંગ ખેલાશે.હવે આ વર્ષે ગુજરાતમાં રાજકારણ બદલાયું છે કોંગ્રેસના મોટાભાગના નેતાઓ ભાજપમાં ભળી ગયા છે અને આમ આદમી પાર્ટી ચૂંટણી અગાઉ ભાજપ ને ટક્કર આપી રહી છે, કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાતે આવી રહયા છે તેવે સમયે 2022ની વિધાનસભા ચૂંટણીમાં વાગરા બેઠક માટે મતદારો કોને સાથ આપે છે?તે જોવું રસપ્રદ થઈ પડશે.
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Nov 5, 2026

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ

શહેરના નાગરિકોને મળ્યું નવું હરવા-ફરવાનું સ્થળ; સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાર્ડન...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા Breaking
બનાસકાંઠા • 📍 BanasKantha • Oct 8, 2026

થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા

મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: