Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

બનાસકાંઠા માં વધુ એક અનાજ કોભાંડ નો પર્દાફાશ,શંકાસ્પદ જથ્થો મળતા સીલ કરાયો ..

બનાસકાંઠા જિલ્લાના દિયોદર મુકામે ગત મોડીરાત્રે અચાનક જીઆઇડીસીના પ્લોટ નંબર 50મા મામલતદારની ટીમ તપાસ અર્થે પહોંચી હતી. જ્યાં તપાસ કરતાં મોટી સંખ્યામાં અનાજનો જથ્થો સંગ્રહ કરેલો જોવા મળતાં શંકાસ્પદ બન્યું હતું. ગણતરી કરતાં 318 કટ્ટા ઘઉં કિંમત રૂપિયા 3,18,000 અને 378 કટ્ટા ચોખા કિંમત રૂપિયા 3,96,000 એટલે કે કુલ 7લાખ 14 હજારની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે એક ગાડી કિંમત રૂપિયા 1,50,000 પણ મળી આવી હતી. આ તમામ મુદ્દામાલ પ્રાથમિક તબક્કે શંકાસ્પદ હાલતમાં મળતાં દિયોદર મામલતદારે સીલ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. 

સૂત્રોએ દ્વારા મળતી માહિતી અનુસાર જ્યાંથી જથ્થો મળી આવ્યો તે ભાડેથી રાખેલી જગ્યા હોઇ સ્થાનિક ભરત નામનો  ઈસમ કામગીરી સંભાળી રહ્યો છે. જોકે સ્થળ પરની ધંધાકીય જવાબદારી ડીસાના કોઈ ઈસમ જોતા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર બાબતે હાલ દિયોદર મામલતદાર અને જિલ્લા પુરવઠા કચેરી તપાસ કાર્યવાહી કરી રહી છે. દિયોદર મામલતદાર નિધિબેને જણાવ્યું હતું કે, હાલ જથ્થો સીલ કર્યો છે અને વધુ તપાસ ચાલુ છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: