Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

અહેમદ પટેલના પુત્રી યોગ્ય સમયે રાજકારણમાં એન્ટ્રી મારી શકે છે, જાણો શું કરી જાહેરાત

કોંગ્રેસના દિવંગત વરિષ્ઠ નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલનું સક્રિય રાજકારણમાં પ્રવેશવા માટે ચાલતું ગ્રાઉન્ડ વર્ક સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ પહેલા જ રાજકારણમાં નહિ જોડાવા અંગે કહી ચુક્યા છે પિતાએ પાછળ છોડેલા પરોપકારી વારસાને હાલ તો મુમતાઝ પટેલ પ્રથમ પ્રાથમિકતા આપવા માંગે છે.કોંગ્રેસના દિવંગત વરિષ્ઠ નેતા અને ભરૂચના પનોતા પુત્ર સ્વ. અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલે યોગ્ય સમય અને પ્લેટફોર્મ મળયે પિતાના પરોપકાર સિવાય બીજા વારસા એવા સક્રિય રાજનીતિમાં પ્રવેશવાના સ્પષ્ટ સંકેતો આપ્યા છે.હાલમાં કાર્યકારી પ્રમુખ કદીર પીરઝાદાના પાટીદારો વિરુદ્ધના નિવેદન પર સ્ટેન્ડ લેતા, મુમતાઝ પટેલે ટ્વિટ કર્યું હતું કે, કોંગ્રેસ પક્ષ તમામ સમુદાયો અને ધર્મોમાં વિશ્વાસ ધરાવે છે. તેના નેતૃત્વએ હંમેશા તમામ સમુદાયોનું સન્માન કર્યું છે. નેતૃત્વ એ ભૂલવું જોઈએ નહીં કે પાટીદારો સમાજનો એક ભાગ છે, લોકોને કોંગ્રેસ પાસેથી ઘણી બધી અપેક્ષાઓ અને આશા છે.

જ્યારે બીજું ટ્વીટ કર્યું હતું કે, હું ભરૂચ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ નિખિલ શાહને મુક્ત કરવાની અપીલ કરું છું, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સામે વિરોધ પ્રદર્શન કરતી વખતે તેની ધરપકડ કરવામાં આવી હતી.સ્વ. અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટલેને રાજનીતિમાં જોડાવા અંગે મીડિયાએ પૂછેલા સવાલમાં તેમણે જણાવ્યું હતું કે, લોકોએ મારી ટ્વીટનો ઉષ્મા અને આદર સાથે પ્રતિભાવ આપ્યો છે. અને આવો પ્રતિભાવ મને રાજકારણમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરે છે.હું સમુદાય અને રાષ્ટ્રીય નિર્માણનો ભાગ બનવા ઈચ્છું છું. મને લાગે છે કે મારો જન્મ તેના માટે થયો છે. હું સક્રિય રાજકારણમાં જોડાવા માટે યોગ્ય સમય અને પ્લેટફોર્મની રાહ જોઈ રહી છું.જોકે તેમણે રાજકીય પક્ષમાં સીધા જોડાતા પહેલા પોતાના માટે મેદાન બનાવવા માટે સમાન વિચારધારા ધરાવતા લોકો સાથે વાત કરવાનું પણ શરૂ કર્યું છે. પિતા અહેમદ પટેલે પાછળ છોડેલા પરોપકારી વારસાને તે પ્રથમ પ્રાથમિકતા આપવા માંગે છે.હું મહિલાઓ અને યુવાનો સાથે કામ કરવાની ઈચ્છા રાખું છું અને અહીંથી જ હું શરૂઆત કરવા ઈચ્છું છું. હું મારા હોમ ગ્રાઉન્ડ ભરૂચમાં સમાન વિચારધારાના લોકો સાથે ધીમે ધીમે લોકોની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરી રહી છું, જે આગળ જતાં રાજ્યભરમાં અમારી પાંખો ફેલાવશે. મુમતાઝ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોઈના માટે પ્રચાર કરવાની તેમની કોઈ યોજના નથી.ઉલ્લેખનીય છે કે, અગાઉ જે તે સમયે સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે તેઓ પિતાના સેવા કાર્યોને જ આગળ વધારવામાં કાર્યરત રહેવાનું જણાવી રાજકારણમાં પ્રવેશ અંગે અસ્પષ્ટતા જ વ્યક્ત કરી હતી. જોકે પુત્રી મુમતાઝ પટેલ પિતાના પરોપકારી સમાજ સેવાના વારસા સાથે રાજનીતિના વારસાની કમાન આગામી સમયમાં સંભાળે તેવા ઉજળા સંજોગો દેખાઈ રહ્યા છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: