Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

પાલનપુર મુકામે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ અને જાતિય ગુનાઓ સામે બાળકોનું રક્ષણ અંગે એક દિવસીય વર્કશોપ યોજાયો


  • બાળ લગ્ન માટે કાયદા મુજબ ૨ વર્ષની કેદ અને રૂ. ૧ લાખનો દંડ થઇ શકે

બનાસકાંઠા જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ કચેરીના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ નવી દિલ્હીની સુચના મુજબ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ- ૨૦૦૬ની જોગવાઇઓના પ્રચાર પ્રસાર અર્થે બનાસકાંઠા જિલ્લાના ૧૪ તાલુકાઓ પૈકી કાંકરેજ, થરાદ, વાવ, સૂઇગામ, ભાભર અને દિયોદર તાલુકાઓ કે જ્યાં બાળ લગ્નનું પ્રમાણ વધુ છે તે તાલુકાઓના વધુ વસ્તી ધરાવતા ગામડાના સરપંચશ્રીઓ, ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ અધિકારીશ્રીઓ, સી.ડી.પી.ઓશ્રી, આંગણવાડી સુપર વાઇઝરશ્રીઓ, સંવેદના ટ્રસ્ટ વિરમપુરના પ્રતિનિધીઓ, ચાઇલ્ડ લાઇન ૧૦૯૮ના પ્રતિનિધીઓ અને મહિલા હેલ્પલાઇન-૧૮૧ ના પ્રતિનિધીઓને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ની જોગવાઇઓ તથા જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ-૨૦૧૨ વિશે માહિતગાર કરવા માટે ગઇકાલ તા.૨૦ એપ્રિલ-૨૦૨૨ના રોજ હોટેલ હેલો પોઈન્ટ પાલનપુર ખાતે એક દિવસીય વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમ બનાસકાંઠા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ ટ્રાયબલ સબ પ્લાન પાલનપુરના અધિક કલેકટરશ્રી એમ. બી. ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.આ વર્કશોપમાં બાળ લગ્નથી થતા ગેરફાયદા વિશે તથા લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ની જોગવાઇઓ જેવી કે ૧૮ વર્ષથી નીચેની દિકરી અને ૨૧ વર્ષથી નીચેના દિકરાઓના જો લગ્ન થાય તો તે બાળ લગ્ન કહેવાય અને આવા બાળ લગ્ન થાય તો કાયદા મુજબ ૦૨ વર્ષની કેદ અને એક લાખ રૂપિયાનો દંડ થઇ શકે છે તે બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જિલ્લામાં થતા બાળ લગ્ન અટકાવવા માટે ચાઇલ્ડ લાઇન ૧૦૯૮, અભયમ મહિલા હેલ્પલાઇન નંબર-૧૮૧, પોલીસ હેલ્પ લાઇન નંબર ૧૦૦, નજીકના પોલીસ સ્ટેશન, બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી અથવા જિલ્લા બાળ સુરક્ષા એકમને જાણ કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતુ.

આ વર્કશોપમાં બનાસકાંઠા જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી શ્રી અનિકેતભાઇ ઠાકર, નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર. કે. પટેલ, બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી મનીષભાઇ જોશી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી સુરેશભાઇ વાગડોદા અને લીગલ કમ પ્રોબેશન અધિકારીશ્રી પિયુષભાઇ તાવીયાડ સહિત કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: