Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

બનાસકાંઠા જિલ્લામાં બ્લોક હેલ્થ મેળાઓનો પ્રારંભઃ શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ કાંકરેજ તાલુકામાં શિહોરી ખાતેથી આરોગ્ય મેળાનો શુભારંભ કરાવ્યો


ડીસા મુકામે સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલ અને ધારાસભ્યશ્રી શશીકાંતભાઇ પંડ્યાએ આરોગ્ય મેળાનો પ્રારંભ કરાવ્યો


બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં બ્લોક હેલ્થ મેળાઓનો પ્રારંભ થયો છે. જે અંતર્ગત શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ કાંકરેજ તાલુકામાં શિહોરી ખાતેથી આરોગ્ય મેળાનો શુભારંભ કરાવ્યો હતો. જ્યારે ડીસા મુકામે સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલ અને ધારાસભ્યશ્રી શશીકાંતભાઇ પંડ્યા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સવિતાબેન હરીયાણીની ઉપસ્થિતિમાં આરોગ્ય મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.


અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. એસ.એન.દેવના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકાઓમાં અલગ- અલગ જગ્યાએ આરોગ્ય મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આરોગ્ય મેળામાં આરોગ્ય સંભાળ સેવાઓ, વિનામૂલ્યે નિદાન અને સારવાર, હેલ્થ આઇ.ડી. કાર્ડ, આયુષ્યમાન ભારત કાર્ડ, ટેલી કન્સલ્ટેશન, નિરામયા ગુજરાત અંતર્ગત ડાયાબીટીસ, હાઇ બી.પી., મોંઢાના કેન્સરની તપાસ, આંખની તપાસ, દાંતની તપાસ, યોગ અને ધ્યાન વગેરે સેવાઓ આપવામાં આવી હતી.સરકારશ્રી દ્વારા આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થીઓના કાર્ડ વિતરણ, નવા કાર્ડ બનાવવા/ રિન્યુ કરવા તેમજ લોકોના આરોગ્ય સુખાકારી માટે બિન ચેપી રોગો અને સંક્રામક રોગોની પ્રાથમિક તપાસ અને આરોગ્યપ્રદ જીવનશૈલી જીવવા માટે રોજિંદા જીવનની જીવન શૈલી કેવી હોવી જોઇએ તે અંગે જાણ કારી પુરી પાડવામાં આવી હતી.


શિહોરી આરોગ્ય મેળામાં અગ્રણીશ્રી ભારતસિંહ ભટેસરીયા, આર.સી.એચ.ઓ. શ્રી ર્ડા. નયન મકવાણા, ડી.આઇ.ઇ.સી.ઓ.શ્રી એન.એમ.રાઠોડ તથા ડીસા આરોગ્ય મેળામાં અધિક આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. ડી. બી. મહેતા, એપેડેમીક મેડીકલ ઓફિસરશ્રી ર્ડા. જીજ્ઞેશ હરીયાણી ઉપસ્થિત રહ્યા હતા

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા Breaking
બનાસકાંઠા • 📍 BANASKANTHA • Oct 7, 2026

બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા

પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: