Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

પાલનપુર ખાતે રાષ્ટ્રભક્તિને અનોખી રીતે રજૂ કરતો મેગા મ્યુઝિકલ ડ્રામા ‘વીરાંજલિ કાર્યક્રમ યોજાયો

પાલનપુર ખાતે રાષ્ટ્રભક્તિને અનોખી રીતે રજૂ કરતો મેગા મ્યુઝિકલ ડ્રામા ‘વીરાંજલિ કાર્યક્રમ યોજાયો દેશની આઝાદી માટે શહીદ થનારા શહીદોને યાદ કરવાનો અને તેમને અંજલિ આપવાનો અમૂલ્ય અવસર વીરાંજલિ છે- શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા સાંઈરામ દવે તથા રંગમંચના આશરે ૧૦૦ થી વધુ કલાકારો દ્વારા ’મલ્ટી મીડિયા શો’ દ્વારા અદભૂત પ્રસ્તુતિને પાલનપુરવાસીઓએ તાળીઓના નાદથી વધાવી લીધી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજીત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત આઝાદીનો રક્તનિતરતો હ્રદયસ્પર્શી ઇતિહાસ રજૂ કરતો ‘માં’ ભારતીના પ્યારા ક્રાંતિવીરોની સહાદતને નમન કરવાનો પૂણ્ય અવસર આપતો એક ભવ્ય મલ્ટીમીડિયા શો ’વીરાંજલિ’ આજે સાંજે પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા, લોકસભા સાંસદશ્રી પરબતભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે, પ્રદીપસિંહ વાઘેલા પ્રેરિત વીરાંજલિ સમિતિ દ્વારા ક્રાંતિવીરોની રક્ત નીતરતી ગાથા એક ભવ્યાતિભવ્ય ’મલ્ટીમીડિયા શો’ દ્વારા પાલનપુર શહેરમાં પ્રથમવાર યોજાયો હતો.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: