Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

વડગામ ભાજપ માં મણિલાલ વાઘેલા એન્ટ્રી

વર્ષના અંતે યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી હાલ તમામ પક્ષો સોગઠા ગોઠવવામાં લાગી ચૂક્યા છે. મુશ્કેલ લાગતી બેઠકો પણ જીત મેળવવા ભાજપે અત્યારથી જ રણનીતિ ઘડવાની શરૂઆત કરી છે. ત્યારે આજે વડગામના મગરવાડામાં આયોજીત ભાજપના વિશ્વાસ સંમેલનમાં વડગામના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલાએ ભાજપમાં પ્રવેશ કર્યો હતો. પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે મણિલાલ વાઘેલાને ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા.ઉલ્લેખનીય છે કે વર્ષ 2012 વિધાનસભા ચૂંટણીમાં મણિલાલ વાઘેલાને વડગામ બેઠક પર કોંગ્રેસે ટિકિટ આપી હતી જેમાં મણિલાલ વાઘેલાની ભાજપના ફકીરભાઈ વાઘેલા સામે જીત થઈ હતી. ત્યારબાદ વર્ષ 2021માં મણિલાલે કૉંગ્રેસને રામ રામ કરી દીધા હતા. નોંધનીય છે કે, વડગામ બેઠકના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કૉંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. જેથી 2022માં વડગામ બેઠક પર કૉંગ્રેસ તેને ઉમેદવાર બનાવે તેવી પૂરી શક્યતા છે. ભાજપ પણ સંભવત જિગ્નેશ મેવાણી સામે અહીં મણિલાલ વાઘેલાને મેદાનમાં ઉતારે તેવી શક્યતાઓ છે. જો કે, મણિલાલ વાઘેલાએ હાલ કાર્યકર તરીકે જ ભાજપમાં જોડાયા હોવાની વાત કરી હતી.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: