રબારી સમાજ માં લગ્ન પાછળ થતાં મસમોટા ખર્ચાઓ પર કાપ મુકવા તેમજ રૂઢિચુસ્ત સમાજ કુરીવાજો ને ભુલી સમૂહ લગ્ન માં જોડાય તે માટે રબારી સમાજ ના આગેવાન એમ.એમ.દેસાઈ શૈક્ષણિક સંકુલ ના 10 વિઘા જમીન ના ભૂમિ દાતા, સમૂહ લગ્ન માં ભોજન અને મંડપ દાતા તેમજ ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ એ પોતાની એક ની એક દીકરી ને સમૂહ લગ્ન માં લગ્ન કરાવીને રબારી સમાજ માં એક અનોખી પહેલ કરી છે ત્યારે રવિવારે રબારી ગોપાલક છાત્રાલય ડીસા સંચાલિત એમ.એમ.દેસાઈ શૈક્ષણિક સંકુલ સમશેરપુરા ખાતે રબારી સમાજ નો પ્રથમ સમૂહ લગ્નોત્સવ માં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, સાંસદ પરબતભાઇ પટેલ સહિત આગેવાનો ની ઉપસ્થિતિમાં 31 નવદંપતિઓ એ પ્રભુતામાં પગલાં માંડી શુભ સંસાર ની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે કનીરામ બાપુ, જયરામગીરી બાપુ સહિત સંતો મહંતો એ આશીર્વાદ આપ્યા હતા.મોઘવારી ના સમયમાં રબારી સમાજ માં લગ્નો પાછળ થતાં મસમોટા ખર્ચાઓ બંધ થાય અને કુરીવાજોને ને નેસ્ત નાબુદ કરવા માટે રબારી સમાજ ના સાથ સહકાર થી સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો અને આગામી સમયમાં પણ દર વર્ષે રબારી સમાજ સમૂહ લગ્ન માં જોડાઈને આ અભિયાન નેઆગળ વધારવામાં આવશે તેમજ ડીસા રબારી સમાજ ના પ્રથમ સમૂહ લગ્ન માં માવજીભાઈ દેસાઈ એ પોતાની એક ની એક દિકરી ને સમૂહ લગ્ન માં જોડીને એક અનોખી પહેલ કરી છે જેને રબારી સમાજ કયારેય નહી ભુલે તેમ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું.
રબારી સમાજ માં લગ્ન પાછળ થતાં મસમોટા ખર્ચાઓ પર કાપ મુકવા તેમજ રૂઢિચુસ્ત સમાજ કુરીવાજો ને ભુલી સમૂહ લગ્ન માં જોડાય તે માટે આહ્વાન કરાયું
Tags:
##STUDENT #daily share##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#ગુજરાત#તેમજ રૂઢિચુસ્ત સમાજ કુરીવાજો ને ભુલી સમૂહ લગ્ન માં જોડાય તે માટે આહ્વાન કરાયું#બનાસકાંઠા ના સમાચાર#રબારી સમાજ ના સમાચાર#રબારી સમાજ માં લગ્ન પાછળ થતાં મસમોટા ખર્ચાઓ પર કાપ મુકવા
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
