રાજય સરકાર દ્વારા લાગુ ૧/૪/૨૦૦૫ થી અમલી નવી પેન્શન યોજના રાજ્યના કર્મચારીઓ માટે ખૂબ જ અન્યાયી છે.જેમા નિવૃત્તિ સમયે નજીવુ પેન્શન મળે છે.વળી આ યોજના શેર બજાર આધારિત હોવાથી આર્થિક નુકસાનનો પણ ભય રહેલો છે. પાડોશી રાજ્ય રાજસ્થાન તેમજ છત્તીસગઢ સરકારે ત્યાંના તમામ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના હાલમાં જ લાગુ કરી છે.ભૂતકાળમા પણ જીલ્લા મથકે બનાસકાંઠા જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના યુવા પ્રમુખ સંજયભાઈ દવે તેમજ મહા મંત્રી પ્રાગજીભાઈ ની આગેવાની હેઠળ વિશાળ ધરણા કાર્યક્રમ આપ્યો હતો. જીલ્લા પ્રા.શિ.સંઘના બેનર હેઠળ વાવ તાલુકામાં શિક્ષકોએ આજ રોજ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.વળી આવનાર સમયમાં ઉગ્ર આંદોલનની પણ ચિમકી ઉચ્ચારી હતી.આજના દિવસને બ્લેક ડે તરીકે જણાવ્યો હતો. પેન્શન યોજના ચાલુ કરવા બાબતે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અગાઉ પણ અનેક કાર્યક્રમો આપવામાં આવ્યા છે જેમાં આવેદનપત્રો આપવામાં આવ્યા છે. વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, ધરણા કરવામાં આવ્યા છે અને આજે ફરી કાળી પટ્ટી ધારણ કરવામાં આવી છે અને હજુ પણ સરકાર દ્વારા આ માગણી સ્વીકારવામાં નહીં આવે તો સંગઠન દ્વારા અનેકવિધ કાર્યક્રમો આપી ને પણ જે હકક છે તે મેળવી ને જ જંપીશું તેવી એકતા સાથે કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો
વાવ તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે કાળી પટ્ટી ધારણ કરી.
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
