Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

વાવ પોલીસ ઊંઘતી રહી? વાવ થરાદ LCBએ 5 કિમી દૂરથી ઓનલાઈન ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડ્યો,1.14 લાખ રોકડા અને ₹4.72 લાખ ક્રેડિટ મળી

વાવ પોલીસ ઊંઘતી રહી? વાવ થરાદ LCBએ 5 કિમી દૂરથી ઓનલાઈન ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડ્યો,1.14 લાખ રોકડા અને ₹4.72 લાખ ક્રેડિટ મળી

વાવ થરાદ | ધ્રુપલ કલાલ ( જયસ્વાલ )

વાવ-થરાદ જિલ્લામાં પ્રોહી અને જુગાર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની પોલીસ તંત્રની જાહેરાતો વચ્ચે વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના વાવડી ગામમાંથી બહાર આવેલ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. વાવ પોલીસ સ્ટેશનથી માત્ર 5 કિલોમીટર દૂર ચાલી રહેલા ઓનલાઈન જુગારના અડ્ડા પર આખરે એલ.સી.બી.એ દરોડો પાડી મોટો ખુલાસો કર્યો છે, જેના કારણે હવે સ્થાનિક પોલીસની કામગીરી સામે પ્રશ્નચિહ્ન ઉભું થયું છે.

મળતી માહિતી મુજબ, બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા દ્વારા જિલ્લામાં જુગાર અને પ્રોહિબિશન પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારબાદ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.પી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી.તે દરમિયાન મળેલી બાતમીના આધારે વાવડી ગામની સીમમાં હરેશભાઈ ભુરાભાઈ બ્રાહ્મણના ખેતરમાં બનાવવામાં આવેલા રહેણાંક મકાનમાં રેઈડ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન બે શખ્સો મોબાઈલ ફોનમાં BETFLESH વેબસાઈટ મારફતે તીનપત્તી, કસીનો અને ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા ઝડપાયા હતા.

પોલીસે સ્થળ પરથી અલગ-અલગ કંપનીના 9 મોબાઈલ ફોન, ડેલ કંપનીનું લેપટોપ, એલજી કંપનીનું ટીવી, રોકડ રકમ અને અન્ય સાધનો મળી કુલ રૂ.1.85 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વધુમાં આરોપીઓના ઓનલાઈન એકાઉન્ટમાં રૂ.4.72 લાખથી વધુની ક્રેડિટ રકમ હોવાનું પણ સામે આવ્યું છે.

આ મામલે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે, વાવ પોલીસ સ્ટેશનથી થોડા અંતરે જ આટલો મોટો ઓનલાઈન જુગારનો કારોબાર ચાલતો હતો તો સ્થાનિક પોલીસને તેની જાણ કેમ ન થઈ? શું સ્થાનિક પોલીસ બેદરકાર હતી કે પછી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હતા? ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ ભારે ચર્ચા શરૂ થઈ છે.,પકડાયેલા આરોપીઓમાં,ધરેશભાઈ ભુરાભાઈ બ્રાહ્મણ,સુરેશભાઈ ભુરાભાઈ બ્રાહ્મણ,સહિત કુલ ચાર શખ્સો સામે વાવ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે જિલ્લામાં ઓનલાઈન જુગારનું જાળું સતત ફેલાઈ રહ્યું છે અને જો સ્થાનિક પોલીસ સતર્ક ન બને તો યુવાનોને બરબાદ કરતી આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ વધુ વેગ પકડી શકે છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

લોદ્રાણી માઈનોર-1 નહેરના નવીનીકરણ માટે ખેડૂતોની રજૂઆત, સિંચાઈના પાણીની સમસ્યા દૂર કરવાની માંગ Breaking
વાવ-થરાદ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

લોદ્રાણી માઈનોર-1 નહેરના નવીનીકરણ માટે ખેડૂતોની રજૂઆત, સિંચાઈના પાણીની સમસ્યા દૂર કરવાની માંગ

નહેરમાં ઓછું પાણી આવતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ; સિઝેબલ પાણી નહીં મળતાં પાક અને આવકને...
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: