Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

વાવ-થરાદ જિલ્લામાં વહીવટી તંત્રમાં મોટો ફેરફાર : નવા કલેક્ટર તરીકે મયુર કે. મહેતા ની નિમણૂક, DDO કાર્તિક જીવાણીની નવસારી બદલી

વાવ-થરાદ જિલ્લામાં વહીવટી તંત્રમાં મોટો ફેરફાર : નવા કલેક્ટર તરીકે મયુર કે. મહેતા ની નિમણૂક, DDO કાર્તિક જીવાણીની નવસારી બદલી

વાવ-થરાદગુજરાત સરકાર દ્વારા તા. ૧૩ મે ૨૦૨૬ના રોજ રાજ્યભરના આઈએએસ (IAS) અધિકારીઓની મોટા પાયે બદલીઓ જાહેર કરવામાં આવી હતી. આ બદલીઓમાં વાવ-થરાદ જિલ્લામાં પણ મહત્વપૂર્ણ વહીવટી ફેરફારો કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકારના આદેશ અનુસાર શ્રી મયુર કે. મહેતા (IAS) ને વાવ-થરાદ જિલ્લાના નવા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ હાલના કલેક્ટર જે.એસ. પ્રજાપતિનું સ્થાન સંભાળશે. નવા કલેક્ટરની નિમણૂક બાદ જિલ્લા વહીવટી તંત્રમાં નવી દિશા અને વિકાસલક્ષી કામગીરીને વધુ ગતિ મળશે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે.તે ઉપરાંત વાવ-થરાદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી (DDO) કાર્તિક જીવાણી (IAS) ની પણ બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકારે તેમને નવસારી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નવી જવાબદારી સોંપી છે.રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ વહીવટી બદલીઓનો મુખ્ય હેતુ શાસન વ્યવસ્થાને વધુ અસરકારક, ગતિશીલ અને લોકો સુધી કેન્દ્રિત બનાવવાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. નવા અધિકારીઓના આગમન અને બદલીઓથી જિલ્લામાં વિકાસ કાર્યો અને વહીવટી કામગીરીમાં નવી ઉર્જા આવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદ • Aug 9, 2026

થરાદમાં 140 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, શિક્ષણ ક્ષેત્રે ઠાકોર સમાજની સિદ્ધિને બિરદાવાઈ

વજેગઢ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સદારામ ઠાકોર સમાજ શિક્ષણ સમિતિ ટ્રસ્ટના ઉપક્રમે...
વાવ-થરાદ • Aug 1, 2026

વાવ-ધરણીધર તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં વિકાસ, શિક્ષણ, સિંચાઈ અને પરિવહનના મુદ્દાઓ ગુંજ્યા

વાવ થરાદના વાવ ખાતે નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી વાવ-ધરણીધર તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની...
વાવ-થરાદ • May 27, 2026

સાટા પ્રથાને લઈ ચુવા ગામે વિવાદ: મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકીનો આક્ષેપ, વાવ પોલીસમાં લેખિત રજૂઆત

ધ્રુપલ કલાલ ( જયસ્વાલ ) | વાવ થરાદ વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના ચુવા ગામે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: