Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

ચૂંટણી પહેલા ભાજપની તૈયારીઓ બની તેજ – 5 રાજ્યોના કાર્યકરો ગુજરાતમાં આવશે, બે રાજ્યોના કાર્યકરોની બેઠક મળશે

ચૂંટણી પહેલા ભાજપ દ્વારા તૈયારીઓ પ્રચારથી લઈને રણનિતી બનાવવા મામલે તેજ કરવામાં આવી છે. ત્યારે 5 રાજ્યોના કાર્યકરોમાંથી એક પછી એક રાજ્યના કાર્યકરો ગુજરાતમાં આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કાર્યકરોને પણ ગુજરાતમાં પ્રચારની જવાબદારી સોંપવામાં આવશે. 5 રાજ્યના કાર્યકરોમાંથી અત્યારે બે રાજ્યોના કાર્યકરો ગુજરાતમાં છે. તેમાં પણ યુપી, રાજસ્થાનના કાર્યકરો અત્યાર ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે તેમની બેઠક યોજવામાં આવશે. ભાજપ દ્વારા હોદ્દેદારોની સલાહ સૂચન મુજબ આજથી રણનિતી તેમની સાથે મળીને ઘડવામાં આવશે. ખાસ કરીને 3 મહિના જેટલો સમય ગાળો હવે ચૂંટણીના આડે બચ્યો છે ત્યારે વિવિધ પાર્ટીઓ દ્વારા પ્રચાર અભિયાન શરુ થશે. આ પાંચ રાજ્યોના કાર્યકરો ગુજરાત આવશે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઝારખંડ, બિહાર સહીતના રાજ્યોમાંથી આવેલા કાર્યકરો અલગ અલગ ઝોનમાં પ્રચાર કરશે. જેમને અત્યારથી જ જવાબદારી સોંપી દેવામાં આવી છે. આ ઝોનમાં કાર્યકરોને જવાબદારી સોંપાશે ગુજરાત ઉત્તર ઝોનની જવાબદારી રાજસ્થાનના કાર્યકરોને, મધ્ય ઝોનની જવાબદારી મધ્યપ્રદેશ અને ઝારખંડના કાર્યકરોને સોંપવામાં આવી છે. જ્યારે દક્ષિણ ઝોનની જવાબદારી મહારાષ્ટ્ર ભાજપના શીરે સોંપવામાં આવી છે.તો સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી બિહાર ભાજપના કાર્યકરોને સોંપવામાં આવી છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: