ગુજરાત પ્રવાસે આવેલા pm નરેન્દ્ર મોદીએ ગુજરાતના મોટા નેતાઓના કલાસ લીધાની ચર્ચાઓ ચાલી રહી છે.આગામી વિધાન સભા ચૂંટણી માટે શું રણનીતિ હશે તે વિશેની ચર્ચાઓ પણ થઈ છે.આમ આદમી પાર્ટીની ગુજરાતમાં પકડ મજબૂત બનતી હોવાથી હવે ગુજરાતના દરેક નેતાને કામ પર લાગી જવાનું કહેવામાં આવ્યું છે.અને મોટા નેતાઓને ચૂંટણી માટે અત્યારથી કામે લાગી જવા માટે પણ ઓડર આપી દેવામાં આવ્યો છે.ગુજરાતની રાજનીતિમાં ભાજપ પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બીજો કોઇ વિકલ્પ નથી . વડાપ્રધાને શનિ – રવિની બે દિવસની મુલાકાત દરમિયાન ગુજરાતની વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય વાતાવરણ ગરમ થયું છે . તેમાંય તેમની કચ્છ મુલાકાત દરમિયાન ક્યારેય રાજકીય ભાષણ ન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપ સામે મોટા પડકાર તરીકે ઊભરી રહેલી આમ આદમી પાર્ટીને ગુજરાતવિરોધી અને અર્બન નક્સલી તત્ત્વ તરીકે સંબોધી તેમાં મોદીનું જ માર્ગદર્શન હોય તે વાતનો કોઇ ઇન્કાર ન કરી શકે અને તે રીતે મોદીએ જ ગુજરાતની રાજનીતિમાં હવે નવી રણનીતિ સેટ કરી છે . Pm મોદીએ નેતાઓને કેટલાક સૂચનો પણ આપ્યા હતા.1)પોલીસ સહિત રાજ્યના કર્મચારીઓના પ્રશ્નો ઉકેલો.2) સતત પ્રજાલક્ષી કાર્યક્રમો આપી સરકાર જનતાની નજીક જાય.3) સંગઠન કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડે.4) યુવા , મહિલા , કિસાન અને વિવિધ જ્ઞાતિઓના મોરચા મહત્તમ કાર્યક્રમો કરે.5) સંગઠનના સિનિયર નેતાઓ જરૂરી માર્ગદર્શન માટે સતત ઉપલબ્ધ રહે , કમલમ્ પર નિયમિત મુલાકાત કરે.
2 દિવસ માટે ગુજરાત પ્રવાસે આવેલા Pm મોદીએ નેતાઓ અને મંત્રીઓને આપ્યા સૂચન
Related News Stories
મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા
(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ
વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
