પાટણ જિલ્લામાંથી 66 સંઘો નોંધાયા અંબાજીના ભાદરવી પૂનમના મેળા માટે અંબાજીમાં ભાદરવી પૂનમનો મા અંબાનો મહામેળો તા .5 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ભરાનાર હોઇ વર્ષોથી પગપાળા સંઘો લઇને જતાં માઇભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ વર્ષે મેળામાં રાજ્યભરમાંથી આવતા સંઘોને ફરજિયાત ઓનલાઇન પાસ પરમીટની વ્યવસ્થા લાગુ કરાઇ છે જેમાં પાટણ જિલ્લામાંથી 66 જેટલા પગપાળા સંઘો ઓનલાઇન નોંધણી થઇ ચૂકી છે આ સંઘો સીધુ સામાનવાળાં વાહનો સાથે અંબાજીમાં ઉતારા સ્થળ સુધી જઇ શકે તે માટે ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ દ્વારા વાહનના પાસ કઢાવી તેનું વિતરણ શરૂ કર્યું છે ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટમાં રજીસ્ટ્રર્ડ 1470 સંઘોના 28 ઝોન મારફતે વાહન એન્ટ્રીપાસ વિતરણ શરૂ કરાયું છે પાટણ ઝોનના સુરેશભાઈ પટેલ અને મેહુલ ભાઈ પટેલે જણાવ્યુ હતું કે , અગાઉ મેન્યુઅલી સંઘના ફોર્મ ભરી અંબાજીમાં પાસ પરમીટ માટે મોકલતાં અને મંજૂરી મળે એટલે વિવિધ સંઘોના સ્ટીકર પાસ તૈયાર કરી પહોંચાડતા હતા આ વખતે અંબાજી પ્રશાસન દ્વારા ઓનલાઇન પાસ કરાયા હોઇ છેલ્લા 10 દિવસથી અંબાજી ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ કાર્યાલય ખાતે ઓનલાઇન સંઘોની પાસ માટે એન્ટ્રી કરી ફોર્મ નોંધાવેલ અને પાસ કાઢી હવે ઝોન પ્રતિનિધિ મારફતે સંઘોને પહોંચાડવાનું શરૂ કર્યું છે પાટણ જિલ્લાના 66 જેટલા સંઘોને પાસ પરમીટ આપી દેવમાં આવી છે પાટણ જિલ્લામાંથી 66 સંઘ નોંધાયેલા છે અને આ તમામ સંઘોને રથ અને વાહનને દાંતા , પછીથી અંદર જ્યાં ઉતારો હોય ત્યાં સુધી લઇ જવા ઓનલાઇન પાસ તૈયાર થતાં મેળવી લીધા છે અને પાટણના બાકીના સંઘોને પાસ વિતરણ થઈ જશે
પાટણ જિલ્લામાંથી 66 સંઘો અંબાજીના ભાદરવી પૂનમના મેળા માટે નોંધાયા
Tags:
##બનાસકાંઠા#આજ ના સમાચાર#ગુજરાત#પાટણ ના લોકલ સમાચાર#પાટણ ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર
Related News Stories
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
