કચ્છમાં આજે પાણી ,વીજળી, માર્ગ અને ડેરી સાથે સંકળાયેલા વિવિધ પ્રોજેક્ટના ખાતમુહર્ત તેમજ લોકાર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે,કચ્છ કોઈ સ્થાન નથી, કચ્છ તો જીવતી જાગતી ચેતના છે: કચ્છે ગુજરાતના વિકાસને પણ ગતિ આપી છે. વડાપ્રધાને કચ્છના લોકોના પ્રેમને બિરદાવ્યો હતો.ભૂકંપ બાદ કચ્છના પુન:નિર્માણ માટે કચ્છના લોકોના હોંસલાથી દુનિયાને પ્રેરણા મળી છે.કચ્છમાં 2થી 3 લાખ જનમેદની ને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે,કચ્છ સાથે મારો જૂનો અને ખૂબ ગાઢ સંબંધ છે જણાવતા કચ્છના પુનઃ નિર્માણમાં મહાનુભાવોને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કચ્છનો વિકાસ શૈક્ષિણક સંસ્થાઓ, રિસર્ચ સંસ્થાઓ માટે સંશોધનનો વિષય બન્યો છે.ભૂકંપમાં કચ્છની જિલ્લા હોસ્પિટલ ધ્વસ્ત થઈ ગઈ હતી. આજે કચ્છમાં ભૂકંપપ્રૂફ હોસ્પિટલ અને ૨૦૦ દવાખાના છે. એક સમયે કચ્છની ધરતી સૂકી હતી. આજે અહીં નર્મદાનાં નીર પહોંચ્યા છે.કચ્છ જિલ્લા એ પોતાની વિરાસતને ગૌરવભેર દેશ સમક્ષ મૂકી છે. ધોળાવીરાની નગર નિર્માણની વ્યવસ્થા આજે વિશ્વ વિરાસત બની છે. દુનિયાની સભ્યતા જ્યારે પ્રારંભિક તબક્કામાં હતી ત્યારે આપણા પૂર્વજોએ ધોળાવીરા જેવી આધુનિક સંસ્કૃતિ વિકસાવી હતી. આજે પણ ગુજરાતના સરદાર પટેલ તેમજ શ્યામજી કૃષ્ણ વર્માના સ્મારકો લોકો માટે આદર્શ બન્યા છે.કચ્છના પ્રવાસન સ્થળો, કચ્છના વિવિધ ઉત્પાદનો, કચ્છી કારીગરી વગેરેને કારણે આજે દેશ દુનિયામાં ‘કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા’ ની ચર્ચા છે. કચ્છ એ માત્ર એક સ્થાન નહીં પરંતુ સમૃદ્ધિનો માર્ગ ખોલતી જીવંત ચેતનાનો મનોભાવ છે તેમ જણાવી વડાપ્રધાનશ્રીએ રણ ઉત્સવ જેટલી જ તાકાત સ્મૃતિવનમાં હોવાનો લોકો સમક્ષ આશાવાદ વ્યક્ત કર્યો હતો.
કચ્છ કોઈ સ્થાન નથી, કચ્છ તો જીવતી જાગતી ચેતના છે – નરેન્દ્ર મોદી
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા
(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ
વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...
