સર્વોચ્ચ અદાલતે બિલકિસ બાનોના 11 દોષિતોની મુક્તિ સામેની અરજી પર સુનાવણી કરતા કહ્યુ કે, સવાલ એ છે કે શું દોષિતો ગુજરાત સરકાર હેઠળ માફી માટે પાત્ર છે. આપણે એ જોવાનુ છે કે આ કેસમાં મગજનો ઉપયોગ થયો કે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે આ કેસમાં તમામ 11 દોષિતોને પક્ષકાર બનાવવામાં આવે. આ સાથે સુપ્રીમ કોર્ટે આ મામલે ગુજરાત સરકાર પાસે જવાબ પણ માંગ્યો છે. કોર્ટે આ મામલે ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે અને મામલાની સુનાવણી બે સપ્તાહ માટે મૂલવતી રાખી છે. વિરોધ પક્ષ ગુજરાત સરકારની મુક્તિ નીતિ હેઠળ દોષિતોને મુક્ત કરવા પર સવાલ ઉઠાવી રહ્યો છે. બિલકિસ બાનોના દોષિતોની મુક્તિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર આજે ગુરુવારે સુનાવણી થઈ હતી. જેમાં કોર્ટે આ મામલે ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે અને મામલાની સુનાવણી બે સપ્તાહ માટે મુલતવી રાખવામાં આવી છે. અહીં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ભાજપ પર નિશાન સાધતા બિલકિસ બાનો કેસમાં ન્યાયની માંગ કરી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં 11 દોષિતોને મુક્ત કરવા સામે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન બિલકિસ બાનો માટે ન્યાયની માંગ કરી હતી. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યુ કે, ‘બેટી બચાવો’ જેવા પોકળ નારા લગાવનારા લોકો બળાત્કારીઓને બચાવી રહ્યા છે. આજે દેશની મહિલાઓના સન્માન અને અધિકારનો પ્રશ્ન છે.’બાલકિસ બાનોને ન્યાય આપો’ તેવું રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ કહ્યું છે.
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી બીલકિસ બાનોને ન્યાય માટે કરી માંગ, સરકાર પર કર્યા પ્રહાર
Related News Stories
મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા
(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ
વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
