Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

આમ આદમી પાર્ટી વિધાનસભાની તમામ 182 બેઠક પર ચૂંટણી લડશે, ગોપાલ ઇટાલિયાએ જાહેર કર્યા નવા ઉમેદવારો

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલાં જ આમ આદમી પાર્ટી(AAP) દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. ભાજપ અને કોંગ્રેસ પહેલાં AAP હવે ઉમેદવારો જાહેર કરી રહી છે, જેમાં પ્રથમ યાદી બાદ આજે બપોરે 12.30 વાગ્યે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી. પ્રથમ યાદીમાં સૌરાષ્ટ્રની 4, મધ્ય ગુજરાતની 2, ઉત્તર ગુજરાતની 3 અને દક્ષિણ ગુજરાતમાં 1 બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. હવે વધુ 9 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ કુલ 19 ઉમેદવારો જાહેર કરી દીધાં છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ આજે વિધાનસભાની ચુંટણીના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત દિવસે દિવસે થઈ રહી છે. અરવિંદ કેજરીવાલ દ્વારા જે ગેરંટી આપવામાં આવી રહી છે તેના પર લોકો ભરોસો મૂકી રહ્યાં છે. દિલ્લી અને પંજાબમાં કરી બતાવ્યું તો ગુજરાતમાં પણ કરી બતાવશે. સંગઠન વધુ મજબૂત બની રહ્યું છે. આમ આદમી પાર્ટીએ પહેલી યાદી જાહેર કરી હતી. વહેલા ઉમેદવાર જાહેર કર્યા એ ભાજપના લોકોએ સારો નિર્ણય ગણાવ્યો છે.પહેલી યાદી જાહેર થયા એ ઉમેદવાર પણ લોકસંપર્ક કરી રહ્યા છે. પહેલી યાદીને સારો આવકાર મળ્યો છે.

AAP અને BTPનું ગઠબંધન છે

વિધાનસભાની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી પણ ચૂંટણી લડશે. ચૂંટણી જાહેર થશે પછી મુખ્યમંત્રીનો ચહેરો જાહેર થશે. આમ આદમી પાર્ટી વિધાનસભાની તમામ 182 બેઠક પર ચૂંટણી લડશે. આજે 10 જેટલા ઉમેદવારોની જાહેરાતો કરવામાં આવી છે. ત્યાર બાદ ધીરે-ધીરે તબક્કાવાર બીજા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. AAP અને BTPનું ગઠબંધન છે, ત્યારે BTP જે સીટ પર ઉમેદવાર ઊભો રાખશે ત્યાં આમ આદમી પાર્ટી તેને સપોર્ટ કરશે. તમામ બેઠકમાંથી કઈ સીટ પરથી AAP અને કઈ સીટ પર BTP લડશે એ અંગે આગામી દિવસોમાં નિર્ણય કરવામાં આવશે.

ઇસુદાન પણ ચૂંટણી લડશે

ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી પણ ચૂંટણી લડશે.ચૂંટણી જાહેર થશે પછી મુખ્યમંત્રીનો ચહેરો જાહેર થશે. ઇટાલિયાએ વધુમાં કહ્યું હતું કે તમામને પૂરતો સમય મળે તેમજ મજબૂત રીતે કામ કરી શકાય. તમામ એક-એક નાગરિક સુધી પહોંચી શકે એના માટે વહેલું લિસ્ટ જાહેર કરાયું છે. ચૂંટણીનું જાહેરનામું બહાર પડે એ પહેલાં જ તમામ ઉમેદવારો જાહેર થઈ જશે. અમે તૈયાર છીએ, કોંગ્રેસ તો હજી ચિંતનમાં છે અને છેલ્લા દિવસ સુધી આ જ કરશે પછી ભાજપ જોડે બેસી જશે.

જાહેર કરવામાં આવેલ ઉમેદવારોની યાદી

  • ભરતભાઈ વાખળા દેવગઢ બારિયા
  • પ્રકાશ કોન્ટ્રાક્ટર સુરત-ચોર્યાસી
  • વશરામ સાગઠિયા રાજકોટ ગ્રામ્ય
  • સાગર રબારી બેચરાજી
  • જે.જે. મેવાડા અસારવા
  • રાજુભાઈ કરપડા ચોટીલા
  • અર્જુન રાઠવા છોટાઉદેપુર
  • રામ ધડુક કામરેજ( સુરત)
  • કરશનભાઈ કરમુર જામનગર ઉત્તર
  • શિવલાલ બારસિયા રાજકોટ દક્ષિણ
  • વિક્રમભાઈ સોરાણી વાંકાનેર
  • નિમિષાબેન ખુંટ ગોંડલ
  • વિપુલભાઈ સખિયા ધોરાજી
  • સુધીર વાઘાણી ગારિયાધાર
  • રાજેન્દ્ર સોલંકી બારડોલી
  • ઓમપ્રકાશ તિવારી નરોડા
  • પીયૂષ પરમાર માંગરોળ
  • જગમાલ વાળા સોમનાથ
  • ભેમાભાઈ ચૌધરી દિયોદર
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: