Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદિયા ના ઘરે CBIના દરોડા,કહ્યું કે સત્ય પરાજિત નહિ હો શકતા !!

CBIની ટીમે શુક્રવારે સવારે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘરે દરોડા પડ્યા હતા. જે અંગે મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને કહ્યું કે, સ્વાગત છે. જે લોકો સારું કામ કરે છે તેમને હેરાન કરવામાં આવે છે. અમે અત્યંત પ્રમાણિક છીએ. તપાસમાં સંપૂર્ણ સહકાર કરીશું. નોંધનીય છે કે ગયા મહિને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દિલ્હીમાં નવી એક્સાઇઝ પોલિસીની CBI તપાસનો ભલામણ કરી હતી. તેના પછી જ આ કાર્યવાહી થઈ રહી છે.

મનીષ સિસોદિયાએ 3 ટ્વિટ કર્યાં

ટ્વિટ 1. CBI આવી ગઈ છે. તેમનું સ્વાગત છે. અમે કટ્ટર પ્રમાણિક છીએ. લાખો બાળકોનું ભવિષ્ય બનાવી રહ્યા છીએ. આપણા દેશમાં સારુ કામ કરનારાઓને આ રીતે હેરાન કરવામાં આવે છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તેથી જ આપણો દેશ હજુ નંબર-1 બન્યો નથી.

ટ્વિટ 2. અમે સીબીઆઈનું સ્વાગત કરીએ છીએ. તપાસમાં સંપૂર્ણ સહકાર આપશે જેથી સત્ય જલ્દી સામે આવી શકે, અત્યાર સુધી મારા પર ઘણા કેસ દાખલ થયા છે પરંતુ કંઈ સામે આવ્યું નથી. તેમાંથી પણ કશું નીકળશે નહીં. દેશમાં સારા શિક્ષણ માટે મારું કામ રોકી શકાય નહીં.

ટ્વિટ ૩. આ લોકો દિલ્હીના શિક્ષણ અને સ્વાસ્થ્યના અદ્ભુત કામી પરેશાન છે. જેના કારણે દિલ્હીના આરોગ્ય મંત્રી અને શિક્ષણ મંત્રીની ધરપકડ કરવામાં આવી છે. જેથી કરીને શિક્ષણ-આરોગ્યના સારા કામો અટકાવી શકાય. અમારા બંને પર ખોટા આરોપો છે. કોર્ટમાં સત્ય સામે આવશે.

અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કરીને કહ્યુ

“CBIનું સ્વાગત છે. સંપૂર્ણ સહકાર આપીશું. ભૂતકાળમાં પણ અનેક તપાસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. કશું બહાર આવ્યું નહીં. હજુ પણ કંઈ બહાર આવશે નહીં. જે દિવસે દિલ્હી એજ્યુકેશન મોડલના વખાણ થયા અને મનીષ સિસોદિયાની તસવીર અમેરિકાના સૌથી મોટા અખબાર NYTના પહેલા પાના પર છપાઈ હતી. એ જ દિવસે કેન્દ્રએ સીબીઆઈને મનીષના ઘરે મોકલી હતી.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: