Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

ગુજરાતમાં લોકો પરેશાન છે, ફક્ત અહીં મેનેજમેન્ટ થાય છે, કાલે મને ઉડાનની મંજૂરી ના મળી એ તપાસનો વિષય

ગુજરાત વિધાનસભાની ચૂ્ંટણીની તૈયારીઓ અન્ય પાર્ટીઓની જેમ જ કોંગ્રેસ દ્વારા તેજ કરવામાં આવી છે. ગુજરાત પ્રવાસે આવેલા અશોક ગેહલોતે આજે વડોદરામાં અને મધ્ય તેમજ ઉત્તર ગુજરાતની બેઠકો શરુ કરી હતી. ત્યારે અશોક ગેહલોતે વડોદરામાં યોજેલી બેઠક દરમિયાન કહ્યું હતું કે, ગુજરાતમાં લોકો પરેશાન છે, ફક્ત અહીં મેનેજમેન્ટ થાય છે, કાલે મને ઉડાનની મંજૂરી ના મળી એ તપાસનો વિષય છે. હું 4 કલાક સુધી એરપોર્ટ પર બેસી રહ્યો હતો.

વિધાનસભાની ચૂંટણીને જોતા ગત વખતની જેમ જ આ વખતે ગેહલોતને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ચૂંટણીલક્ષી બેઠકોનું આયોજન વિવિધ ઝોનમાં આયોજન થઈ રહ્યું છે. સૂરત, રાજકોટમાં બેઠકોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

આ સાથે તેમને આવનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે, અત્યારે મુકાબલો ફક્ત ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણીમાં રહેશે. ખાસ કરીને ઉલ્લેખનીય છે કે, આ વખતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સક્રીય જોવા મળી રહી છે ત્યારે આ મામલે તેમણે આ વાત કહી હતી. આ સાથે અશોક ગેહલોતે કહ્યું હતું કે, કોંગ્રેસ ગુજરાતની અંદર ખૂબ જ મજબૂત છે અને હું અહીં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રણનીતિ બનાવવા જ આવ્યો છું. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પહેલા અશોક ગેહલોતનો આ પ્રવાસ ઘણો મહત્વનો કોંગ્રેસ માટે સાબિત થશે. કેમ કે, ગુજરાતમાં આગામી સમયમાં જલદી નવું લિસ્ટ ઉમેદવારોને લઈને જાહેર કરવામાં આવશે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: