Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

વલસાડ નજીક મધદરિયે બોટમાં ફસાયેલા 13 માછીમારોને દમણ કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું

વલસાડ નજીક મધદરિયે નવસારીના કૌશિક ઠાકોર ટંડેલ નામના માલિકની MH07MM 1103 નંબરની અને તુલસી દેવી નામની બોટનું એન્જીન બંધ પડી જવાથી મધદરિયે બોટમાં ફસાયેલા 13 માછીમારોનું દમણ કોસ્ટગાર્ડના 2 હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થાન પર લાવવામાં આવ્યા છે. કોસ્ટગાર્ડના દિલધડક રેસ્ક્યુ અંગે મળતી વિગત મુજબ નવસારીથી કૌશિક ઠાકોર ટંડેલ નામના માલિકની MH07MM 1103 નંબરની તુલસી દેવી નામની બોટમાં 13 જેટલા માછીમારો માછીમારી કરવા નીકળ્યા હતાં. જે દરમ્યાન વલસાડ-દમણ નજીકના દરિયામાં ભારે પવન વચ્ચે મુંબઈ તરફ જતી વખતે અચાનક એન્જીનમાં ખામી સર્જાતા બોટનું એન્જીન બંધ પડી ગયું હતું. જેથી બોટ મધદરિયે બેકાબુ બની હતી. બોટમાં સવાર માછીમારોએ રાત આખી દરિયામાં પસાર કરી હતી.
 જે દરમ્યાન દમણ કોસ્ટગાર્ડ ને રેસ્ક્યુ માટે સૂચના અપાઈ હતી. જેથી દમણ કોસ્ટગાર્ડ ના 2 હેલિકોપ્ટર ને રવાના કરવામાં આવ્યા હતાં. જેઓએ મધદરિયે બોટમાં ફસાયેલા 13 જેટલા માછીમારોનું રેસ્ક્યુ કરી દમણ કોસ્ટગાર્ડ ખાતે લાવ્યા હતાં. જ્યાં તમામની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. માછીમારો ક્યા ગામના હતાં. બોટમાં શુ ક્ષતિ થઈ હતી. તેવી વિગતો મેળવી હતી. તમામ માછીમારો સુરક્ષિત હોવાનું જણાતા તમામને નવસારી તેમના ગામમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: