ભાજપનું વેલકમ બીજેપી કેમ્પેઈન ચૂંટણી પહેલા ભાજપને ફળી રહ્યું છે ત્યારે કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓને સીઆર પાટીલે કેસરીયો ખેસ પહેરાવી ભાજપમાં વિધીવત રીતે જોડ્યા હતા. કોંગ્રેસના સૌથી જૂના નેતા અને પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ તેમજ પૂર્વ સાંસદ રાજુ પરમાર ભાજપમાં જોડાયા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ તેમજ અન્ય બીજેપીના નેતાઓની ઉપસ્થિતિમાં તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા.ખાસ કરીને કોંગ્રેસમાં આ વખતે ગત વખત કરતા અલગ માહોલ હોવાથી ઘણા નેતાઓએ 2017ની વિધાનસભા ચૂંટણી પછી ભાજપનો રસ્તો પકડ્યો છે. પાર્ટીમાં એક પછી એક નેતાઓ જોડાઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ છોડવા પાછળના પણ નેતાઓના ઘણા કારણો છે. ત્યારે આ મામલે નરેશ રાવલે અગાઉ રાજીનામું આપતા આકરા પ્રહારો કર્યા હતા. ત્યારે ફરી આજે ભાજપમાં જોડાતા સમયે તેમણે કહ્યું કે, ભાજપનું નેતૃત્વ જે પણ કંઈ જવાબદારી સોંપશે તેને નિભાવીશું. તેમણે કોંગ્રેસને લઈને કહ્યું કે, પક્ષ છોડવાનો વિચાર ઘણા સમયથી હતો. પક્ષની કામગિરી નબળી પડતી જતી હતી. આટલા વર્ષો સુધી કોંગ્રેસ સાથે લેણદેણ હતી ત્યારે હવે આ લેણદેણ નથી રહી માટે અહીંથી નિકળીને ભાજપના નેતૃત્વ સાથે કામ કરવાનું નક્કી કર્યું તેમ તેમણે કહ્યું હતું.ઉલ્લેખનીય છે કે, રાજીનામું આપ્યા બાદ પીએમ સાથેની મુલાકાતની તસવીરો અગાઉ સામે આવી હતી. ત્યારથી જ એ વાતે જોર પકડ્યું છે કે, વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે બીજેપી આ નેતાઓને મોટી જવાબદારી પણ સોંપી શકે છે.
ભાજપમાં ફરી ભરતી – CR પાટીલે કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓને કેસરીયો પહેરાવ્યો
Related News Stories
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા
પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા
(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
