મે મહિના ની શરૂઆત માં હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક ભાગોમાં ધગધગતી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે રાજ્યના અનેક શહેરોમાં ૪૦ ડિગ્રી ઉપર તાપમાનનો પારો વટાવી ગયો છે ત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હીટવેવ ની આગાહી ને લઇ ગરમી નો પારો ૪૫ ડીગ્રી એ પહોંચ્યો છે રવિવાર ના રોજ ગરમી વધતાં લોકો ઘરની બહાર જવાનું ટાળતા શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાં બપોરના સમયે રસ્તાઓ પણ સુમસામ બની ગયા હતા દિવસભર બનાસકાંઠા જિલ્લામાં લૂ ની અસર જેાવા મળી રહી છે જેને લઇ અંગ દઝાડતી ગરમીથી પ્રજાજનો પણ તોબા પોકારી ઉઠે છેગરમ સુકા પવનોની અસર તેમજ પવનની ગતિ 7 કિલોમીટરની આસપાસ રહેતી હોવાથી ગરમીનો પારો 46 ડિગ્રીની આસપાસ પહોંચતાં હીટવેવનું મોજું ફરી વળ્યું હતું. પરંતુ, પવનની ઝડપમાં વધારો થવાની જેને પગલે વાવ સૂઇગામ અને થરાદ નું મહત્તમ તાપમાન 45 ડિગ્રી અને લઘુતમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું હતું.
સરહદી વિસ્તાર માં ગરમીનો પારો 46 ડિગ્રીની આસપાસ પહોંચતાં હીટવેવનું મોજું ફરી વળ્યું
Tags:
##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ#અજ ના સમાચાર#ગુજરાત#થરાદ વાવ#થરાદ વાવ ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર#વાવ#વાવ તાલુકા ના સમાચાર#વાવ થરાદ#વાવ થરાદ ના સમાચાર#વાવ થરાદ સુઈગામ ના સમાચાર#વાવ ના ગામડા ઓ ના સમાચાર#વાવ ના સમાચાર#વાવ સુઈગામ#વાવ સુઈગામ ના સમાચાર#વાવ સુઈગામ હાઈવે
Related News Stories
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
