Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

બિહાર :PM મોદીની બીજી ટર્મમાં પ્રથમ ચૂંટણી, 71 બેઠકો પર 28મી ઓક્ટોબરે મતદાન યોજાશે

‘બિહાર 2020’ની પહેલી મેચ માટે પિચ તૈયાર છે. ચૂંટણી-પ્રચાર બંધ થવા સાથે હવે પ્રથમ તબક્કામાં ચૂંટણી યોજાશે. પટના, બક્સર, ભોજપુર સહિત 61 જીલ્લાની 71 બેઠકો માટે 1,066 ઉમેદવારો મેદાનમાં છે. 54 બેઠક પર સીધી તો 17 બેઠક પર ત્રિકોણીય ટક્કર થવા જઈ રહી છે. 114 મહિલા પણ મેદાનમાં છે. 2 કરોડ 14 લાખ 6 હજાર 96 મતદાતા તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન બુધવારે એટલે કે 28 ઓક્ટોરના રોજ યોજાશે.

છેલ્લી કેટલીક ચૂંટણીઓના ઈતિહાસને જોઈએ તો વર્ષ 2000 બાદની આ સૌથી રોમાંચક ચૂંટણી જંગ હશે. વર્ષ 2000માં લાલૂ સુપર પાવર હતા અને લડાઈના કેન્દ્રમાં હતા. આ વખતે સુશાસન બાબુ નીતિશ કુમાર અને તેમની કામગીરી કેન્દ્ર સ્થાને છે. લાલૂ તે રણમાં ધરાશાઈ થઈ ગયા હતા. આ રણ નીતિશ કુમારના રાજકીય ભવિષ્યને નક્કી કરવા જઈ રહ્યું છે. બે નવા ચહેરા, તેજસ્વી યાદવ અને ચિરાગ પાસવાનનું રાજકીય ભવિષ્યનો પાયો આ ચૂંટણી નક્કી કરશે. તેઓ કેટલા મજબૂત બનીને સામે આવે છે તે તો સમય જ બતાવશે.ત્રણ તબક્કામાં યોજાનારી આ ચૂંટણીમાં ત્રણ મુખ્ય ચહેરા મેદાનમાં ઉતરી ચુક્યા છે. નરેન્દ્ર મોદી, નીતિશ કુમાર, રાહુલ ગાંધી આવી ચુક્યા છે. બે નવા ચહેરા ચિરાગ પાસવાન નવા ઉમેદવારો સાથે મેદાનમાં છે.

બિહારના રાજકીય ભવિષ્યની દિશા નક્કી કરનારી ચૂંટણી પ્રત્યક્ષ રીતે નીતિશ કુમારની 15 વર્ષની સત્તા બાદ બનેલી પક્ષ-વિરોધી લહેર અને તેજસ્વી યાદવના તે ચહેરા વચ્ચે છે કે જેની ઉપર સત્તા સુધનો કોઈ સીધો દાગ નથી. જોકે, પિતા લાલુ પ્રસાદના કાર્યકાળના બહાને નીતિશ કુમારના આક્રમક નિવેદનો, ભાજપની વર્ચ્યુઅલથી લઈ ફિઝીકલ રેલીઓની સફળતાના ગ્રાફ વચ્ચે તેજસ્વી યાદવની રેલીઓમાં ઉમટી પડેલી મોટી ભાડે સૌને સતર્ક ચોક્કસપણે કરી દીધા છે. ચૂંટણી બાબતોના નિષ્ણાતોથી લઈ રાજકીય સમીક્ષક આ બાબતને લઈ આશ્ચર્યમાં છે. ચૂંટણીનો આ ગ્રાફ ચડતા-ચડતા RJD પર વધી રહેલા હુમલા વચ્ચે તેજસ્વી વિરુદ્ધ અન્યોની લડાઈમાં તબદિલ થઈ ગઈ છે. તેજસ્વી પણ આ લડાઈમાં પાછળ નથી. ચૂંટણીની રેલીઓથી લઈ લાઈવ ઈન્ટરવ્યુ સુધી તેઓ પોતાના “એક હેલિકોપ્ટર સામે તેમના 20″ની વાત કરી સંદેશ આપી રહ્યા છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા Breaking
બનાસકાંઠા • 📍 BANASKANTHA • Oct 7, 2026

બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા

પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: