બનાસકાંઠા જીલ્લા નું એક ગામ કે જ્યાં ઉતરાણ મનાવવામાં આવતી નથી ..ધાનેરા તાલુકા નું ફતેપુરા ગામમાં લોકો પતંગથી દૂર રહી ઉત્તરાયણની ઉજવણી માટેની અનોખી રાહ બતાવે છે. ગામના યુવાનો પતંગ છોડી ક્રિકેટ રમે છે તો ગામના વડીલો એકઠા થઇ ગામમાં પતંગ માટે થનાર ખર્ચની સામે ગૌમાતા સહિતના પશુઓ માટે ઘાસચારો અને શ્વાન માટે લાડુ બનાવવાના કામમાં જોડાય છે. ફતેપુરાના યુવાનોએ ગામમાં કોઇપણ વ્યક્તિના ઘરે મોતનો માહોલ ના સર્જાય તેમજ પક્ષી જગતના રક્ષણ માટે પણ પતંગ ચગાવતા નથી . ગામના વડીલો જણાવે છે કે 25 વરસ માં ફતેપુરા માં ઉત્તરાયણના દિવસે વીજ કરંટ લાગવાથી બે યુવકોના મોત થયા છે.એ સિવાય અનેક યુવકોને દોરીથી ઈજા થયાના તેમજ અનેક પક્ષીઓ દોરીથી વિંધાઈને મૃત્યુ પામ્યાના સમાચાર મળતા હોય છે. જેથી આ બાબતે ફતેપુરાના લોકો ગ્રામજનો માટે ચિંતિત થયા હતા અને તે દિવસે બધા ભેગા મળી ફતેપુરા ગામના લોકોનો આવા ભયના માહોલથી દૂર રાખવા માટે ઉત્તરાયણમાં દોરી પતંગ નહીં ચડાવવાનો નિર્ણય લીધો હતો.તેમ ગામના યુવાનો અને વડીલો કહી રહ્યા છે
ફતેપુરામાં ઉત્તરાયણે પતંગ ચડાવવા ઉપર પ્રતિબંધ
Tags:
#gujarat news#gujarati news#gujarati news live#gujratisokro ઉતરાણ ઉતરાયણ મકરસંક્રાંતિ#ઉતરાણ#ઉતરાણ ની ઉજવણી ૨૦૨૨#ઉતરાયણ ની મોજ#ધાનેરા ના સમાચાર#ફતેપુરામાં ઉત્તરાયણે પતંગ ચડાવવા ઉપર પ્રતિબંધ#બનાસકાંઠા ના સમાચાર
Related News Stories
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
