આજ રોજ યુવા ભાજપ ડીસા તાલુકા દ્વારા જરૂરિયાત મંદ દર્દીઓ માટે રક્તદાન કેમ્પ નુ આયોજન ડીસા ના વિકાસ પુરુષ ધારાસભ્ય શ્રી શશીકાંતભાઈ પંડ્યા ના અધ્યક્ષ સ્થાને થયુ. અત્યાર ના કપરા સમયમા પ્રસૂતિ વખતે પીડાતી બહેનો માટે, થેલેસેમિયા, હિમોફીલિયા સિક્લસેલ ના બાળકો તેમજ જરૂરિયાત મંદ દર્દીઓ માટે “રક્તદાન મહાદાન” ના જોશ સાથે અનેક લોકોએ કર્તવ્ય સમજી રક્તદાન કરી જરૂરિયાત મંદ લોકો માટે “જીવ એજ દેશ ની નીવ” ના અભિગમ સાથે આ ઉત્ક્રુષ્ઠ દાન કર્યુ. દરેક રક્તદાતાઓ ને ભગવાન શ્રી રામ નો ફોટો તથા ટીફીન બોક્ષ ભેટ આપવામા આવ્યો. આ પ્રસંગે બનાસકાંઠા જીલ્લા ભાજપ ઉપ પ્રમુખ શ્રી કૈલાશભાઈ ગેલોત, ડીસા શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રતીકભાઈ પઢિયાર, બનાસકાંઠા જીલ્લા યુવા ભાજપ પ્રભારી શ્રી મંયકભાઈ બારોટ, જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી ડીસા તાલુકા ભાજપ ઉપપ્રમુખ શ્રી ચેલાજી ઠાકોર, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ડીસા પ્રમુખ શ્રી જયેશભાઈ દેસાઈ સહિત આગેવાનો હોદેદારશ્રીઓ તથા કાર્યકરો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા.
ડીસા યુવા ભાજપ નું રક્તદાન કાર્યક્રમ યોજાયો
Tags:
#ડીસા#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના આજના સમાચાર#ડીસા ના લોકલ સમાચાર#ડીસા ના સમાચાર#ડીસા યુવા ભાજપ નું રક્તદાન કાર્યક્રમ યોજાયો#ડીસા સશીકાંત પંડ્યા#ભારતીય જનતા પાર્ટી#યુવા મોરચો બનાસકાંઠા
Related News Stories
મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા
(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ
વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
સંસદમાં બજેટ 2026-27 પર તીખી ટકરાવ: AI, રોજગાર અને વિકાસ મોડેલ મુદ્દે ઘમાસાણ
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2026-27 અંગે સંસદમાં ફરી...
