સરહદી માવસરી પોલીસ કર્મીનો વિદાય સમારોહ યોજાયો

બનાસકાંઠા જીલ્લાના સરહદી વિસ્તારમાં આવેલ માવસરી પોલીસ સ્ટેશન માં છેલ્લા એક વર્ષથી વધારે સમયથી ફરજ બજાવતા પીએસઆઇ એન.કે.પટેલની બદલી થતાં અને નવા આવેલ મહિલા પીએસઆઇ આર‌એમ.ચાવડા નો સત્કાર સમારોહ માવસરી પોલીસ સ્ટેશન ખાતે યોજાયો જેમાં એન.કે પટેલ ને માવસરી ગામના સરપંચ અને પોલીસ સ્ટાફ દ્વારા શ્રીફળ આપી પાઘડી પહેરાવી સન્માન સાથે વિદાય આપી હતી માવસરી પોલીસ મથકે છેલ્લા તેર માસથી ફરજ બજાવતા એન.કે પટેલ દ્વારા સરહદી વિસ્તારમાં અનેક ગુનાહિત પ્રવૃત્તિ પર લગામ લગાવી હતી અને નિષ્ઠા પ્રામાણિકતાથી ફરજ બજાવી હતી જેની સરહદી પંથકના લોકો એ પ્રસંશા કરી હતી વધુમાં પીએસઆઇ એન.કે.પટેલે કહું હતું કે સરહદી વિસ્તારના લોકો નો હુ આભારી રહીશ જે મને લોકો એ પ્રેમ આપ્યો આ પ્રસંગે ગામના સરપંચ સહિત આજુબાજુના ગામોના આગેવાનો અને યુવાનો અને પોલીસ સ્ટાફ તેમજ પત્રકાર મિત્રો હાજર રહ્યાં હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *