Live Sun, Nov 8, 2026
Rajkot • 31°C Sunny

વસો CHC સેન્ટરનાં ટોઈલેટમાં બાળકને જન્મ આપ્યો, પાપ છૂપાવવા ટોઈલેટમાં પાણી ભરેલી ડોલમાં બાળકને ત્યજી દેતા મોત

ચાર દિવસ પહેલા પરણેલી યુવતીએ વસો CHC સેન્ટરનાં ટોઈલેટમાં બાળકને જન્મ આપ્યો, પાપ છૂપાવવા ટોઈલેટમાં પાણી ભરેલી ડોલમાં બાળકને ત્યજી દેતા મોત વસો પોલીસે યુવતી સામે આઇપીસી 318 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી માતાના કારસ્તાનથી બાળકનું મોત થતાં લોકોએ પરિણીત યુવતી પર ફીટકાર વરસાવી ખેડા જિલ્લાના વસોમાં સમાજને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ચાર દિવસ પહેલા પરણેલી યુવતીના હૈયું કંપાવી નાખે તેવા કારસ્તાનથી લોકો આશ્ચર્ય ચકિત થયા છે અને આ યુવતી પર ફીટકાર વરસાવ્યો છે. આ પરિણીત યુવતી પોતે અશક્ત હોવાથી વસો CHC સેન્ટર પર સારવાર કરાવવા ગઈ હતી. આ દરમિયાન સેન્ટરના ટોઈલેટમા તેણીએ આઠ માસના બાળકને જન્મ આપ્યો હતો અને આ પાપ છુપાવવા તેણીએ‌ તાજા જન્મેલા બાળકને ટોઇલેટમા અર્ધ પાણી ભરેલી ડોલમાં ત્યજી દીધું હતું. આ કિસ્સો ઉજાગર થતા આ પરિણીત યુવતી પકડાઈ ગઈ છે. વસો પોલીસે યુવતી સામે આઇપીસી 318 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. વસો તાલુકાના સિહોલડીમાં રહેતી 20 વર્ષિય યુવતી બુધવારે વસો સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અશક્તિની સારવાર કરવા માટે ગઈ હતી. આ દરમિયાન તેણીએ લેડિઝ ટોયલેટમાં જઈ અધૂરા માસે એટલે કે આઠ મહિનાના બાળકને જન્મ આપ્યો હતો. તેણી ગભરાઈ જતાં તેણે પોતાનું પાપ છુપાવવા હૈયું હચમચાવી દે તેવુ કારસ્તાન આચાર્યુ હતું. આ યુવતીએ પોતાની કૂખે જન્મેલા બાળકને ટોઇલેટમા પાણી ભરેલી અર્ધ ડોલમાં મૂકી ફરાર થઈ ગઈ હતી. આ બાબતે સામુહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફને જાણ થતા તેમણે વસો પોલીસને જાણ કરી હતી. પીએસઆઇ રાઠોડ સ્ટાફ સાથે વસો સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચી ગયા હતા અને મુત નવજાત શિશુનો કબજો મેળવ્યો હતો અને સામુહિક આરોગ્ય કેન્દ્રના ભીષ્મ કનૈયાલાલની ફરિયાદના આધારે યુવતી સામે આઈપીસી કલમ 318 મુજબ ગુનો દાખલ કરી ગણતરીના જ કલાકમાં ભાગી યુવતીને પકડી પાડી હતી. જોકે, તેની ડિલિવરી થઈ હોય તેની તબિયત હાલ નાજુક હોવાથી તેણીને વસો સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે રાખવામાં આવી છે. આ સમગ્ર મામલે તપાસ કરતા વસો પોલીસે જણાવ્યું છે કે, 20 વર્ષિય યુવતીના લગ્ન 4 દિવસ પહેલા જ થયા છે. બાદમા તેણીએ પોતાને અશક્તિ આવી ગઈ હોય દવા કરાવવા માટે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આવી હતી. ત્યાં ટોઇલેટમા બાળકને જન્મ આપ્યા બાદ તેને છોડી ફરાર થઈ હતી. થોડા દીવસ આરામ કરી સાસરીમાં જવાની ગણતરી હતી. જોકે, તેની આ ગણતરી ખોટી પડી છે. વધુમાં જણાવ્યું છે કે, લગ્નના સમય પહેલા અગાઉ કદાચ કોઈની સાથે સંબંધ બંધાયા હોય અને ગર્ભ રહ્યો હોય આ પાપ છુપાવવા માટે તેણીએ આ કારસ્તાન આચર્યુ હોવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. આ બાબતે હાલ તપાસ ચાલી રહી છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: