Live Sat, Nov 7, 2026
Rajkot • 31°C Sunny

ચોટીલા સહિત આસપાસના ગામોમાં વાતાવરણમાં પલટા બાદ વરસાદી ઝાપટા નોંધાયા

રાજ્યમાં કાળઝાળ ગરમીની વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે અને તાપી, નવસારી, દાહોદ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો ત્યારે સૌરાષ્ટ્રમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેમાં ચોટીલા સહિત આસપાસના ગામોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો પવન પણ ફૂંકાયો હતો અને વરસાદી ઝાપટા પડયા હતા. વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.જો કે વરસાદના કારણે વાવેતર કરતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. 

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા સહિત આસપાસના ગામોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અસહય ગરમી અને ઉકળાટ બાદ વરસાદી ઝાપટા પડયા હતા.અડધો ઈંચ જેટલો વરસાદ પડતાં શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. જ્યારે રોડ અને અન્ય નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયા હતા. વરસાદ પડતા ચોટીલા વાસીઓને ગરમીમાંથી થોડી રાહત મળી હતી અને લોકો વરસાદની મજા માણતા નજરે પડયા હતા. રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી હતી. લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા. ત્યારે છેલ્લા બે દિવસથી ગરમીમાં આંશિક રાહત મળતાં લોકોને હાશકારો થયો છે, પરંતુ ભેજવાળાં વાતાવરણને કારણે લોકો પરસેવે નહાઈ રહ્યા છે. ૨૫મી થી દક્ષિણ ગુજરાતમાં વરસાદ અને પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની આગાહી હતી

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: