આમ તો જન્મ દિવસની ઉજવણી કરીને હજારો રૂપિયાનો ધુમાડો આજનું યુવાધન કરે છે.તો વળી ગરીબ અને જરૂરિયાત મંદ લોકો સુધી બે ટાઈમનું ભોજન પણ નથી મળતું ત્યારે વાવ પોલીસ સ્ટેશન શાળામાં નોકરી કરતાં રાજેશભાઈ દવે (માડકા)એ સોમવારે પોતાનાં જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. લોકો બેફામ ખર્ચાઓ કરીને પણ ગરીબ લોકો સુધી ખુશીઓ વહેંચી શકતા નથી.ત્યારે આજનાં સમયમાં ગરીબ બાળકો વચ્ચે અનોખી રીતે ઉજવણી કરી હતી.

વાવ હરિપુરા પ્લોટ વિસ્તારમાં રહેતાં અને વાવ પોલીસ સ્ટેશન શાળામાં અભ્યાસ કરતાં તથા અન્ય પણ અનેક દેવીપૂજક બાળકો વચ્ચે જરૂરિયાતમંદ બાળકોની વચ્ચે જઈને જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી.અને બાળકોએ કેક કાપી હતી.અને ખુશીઓની વહેંચણી કરી હતી. સમાજ જીવનમાં હજારો રૂપિયાનો કે લાખ્ખો રૂપિયાનો ખર્ચો કરતાં યુવાનો માટે પ્રેરણાદાયી આ પહેલની ચારે તરફથી આવકાર મળી રહ્યો છે.બાળકોનાં હાથે જ કેક કાપવામાં આવી હતી અને પોતાના હાથે સૌ ને ખવડાવી ચોકલેટ આપી અનોખી ઉજવણી કરી હતી.ફાઈવસ્ટાર હોટેલ કે અન્ય જગ્યા એ કેક કાપી બેફામ ખર્ચ કરતા લોકો માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે…