બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, પાલનપુર દ્વારા જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો માટે જિલ્લાકક્ષાનો આંતરિક બદલી કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં માધ્યમિક વિભાગમાં કુલ-101 અરજીઓ પૈકી 80 મદદનીશ શિક્ષકો હાજર રહ્યા હતા. જે પૈકી 20 મદદનીશ શિક્ષકો/ શિક્ષણ સહાયકોએ શાળા પસંદગી કરી હતી અને 60 મદદનીશ શિક્ષકો/ શિક્ષણ સહાયકોએ પોતાનો હક્ક જતો કર્યો હતો. ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સામાન્ય પ્રવાહમાં કુલ-28 અરજી પૈકી 26 મદદનીશ શિક્ષકો / શિક્ષણ સહાયકો હાજર રહી બદલીના કેમ્પનો લાભ લીધો હતો.
જેમાં 13 મદદનીશ શિક્ષકો/ શિક્ષણ સહાયકોએ શાળા પસંદગી કરી અને 13 મદદનીશ શિક્ષકો/ શિક્ષણ સહાયકોએ પોતાનો હક્ક જતો કર્યો હતો. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં કુલ 7 અરજી મળી હતી, તેમાંથી 5 મદદનીશ શિક્ષકો/ શિક્ષણ સહાયકો હાજર રહ્યા હતા. તે પૈકી 2 મદદનીશ શિક્ષક/ શિક્ષણ સહાયકોએ શાળા પસંદગી કરી અને 3 મદદનીશ શિક્ષકો/ શિક્ષણ સહાયકોએ પોતાનો હક્ક જતો કરતા જિલ્લામાં કુલ-૩૫ મદદનીશ શિક્ષકો/ શિક્ષણ સહાયકોએ શાળા પસંદગી કરી હતી. તેમ બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ર્ડા. નરેન્દ્રસિંહ ચાવડાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
બનાસકાંઠા જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો માટે જિલ્લાકક્ષાનો આંતરિક બદલી કેમ્પ યોજાયો
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
