પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ કચ્છ ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ નાઓએ જીલ્લામાં પ્રોહી/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરેલ હોઇ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક સુ.શ્રી પૂજા યાદવ સાહેબ, થરાદ નાઓના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ પ્રોહી/જુગારની ગેરકાયદેસરની પ્રવૃતિ થતી રોકવા અટકાવવા સતત પ્રયત્નશીલ હતી.જે અન્વયે આજરોજ તા.૨૧/૦૪/૨૨ના રોજ ખોડા બોર્ડર પોલીસ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન ટ્રક નં.RJ-19-GB-8287 માંથી ગેર કાયદેસર રીતે અને વગર પાસ પરમીટના ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયર ટીનની પેટીઓ નંગ-૧૮૫, કુલ બોટલ નંગ-૫૧૪૮ જેની કુલ કિ.રૂ.૬,૦૩,૫૨૮/- તથા અન્ય ગાડી સહિતના મુદ્દામાલ સાથે કુલ કિ.રૂા.૧૬,૧૦,૬૨૮/- નો મુદ્દામાલ કબજે કરેલ છે. જે ટ્રક ગાડીના ચાલક ખરતારામ પુરખારામ જાત.જાટ(ગોદારા) રહે.અમરપુરા ભાટીયાળી નાડી તા.સિણધરી જી.બાડમેર રાજસ્થાન વાળા તથા દારૂ ભરાવનાર સતિષ જાટ ગોદારોકી ઢાણી માધપુરા તા.બાયતુ મો.નં.૮૮૯૦૯૯૮૩૨૦ વાળા વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
ખોડા પોલીસ ચેકપોસ્ટ પર ટ્રક ગાડીમાં ભરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો
Tags:
##suigam##VAV##બનાસકાંઠા#a truck loaded with Indian-made foreign liquor was seized#At Khoda police check post#ખોડા પોલીસ ચેકપોસ્ટ#ખોડા પોલીસ ચેકપોસ્ટ પર ટ્રક ગાડીમાં ભરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો#ગુજરાત#ટ્રક ગાડીમાં ભરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો#બનાસકાંઠા ના સમાચાર#ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો
Related News Stories
નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો
200 ગ્રામ વજનનો નવલખો હાર માતાજીના ચરણે ધરાવાયો; વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા,...
નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે
યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
