Live Fri, Nov 6, 2026
Rajkot • 31°C Sunny

ભારત પાક બોર્ડર નજીક 125 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સીમા દર્શન પ્રોજેક્ટનું આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખુલ્લું મુકાયું

બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે 125 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સીમા દર્શન પ્રોજેક્ટનું આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ બનાસ ડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી તેમજ ડીસા ધારાસભ્ય શશીકાંત પંડ્યા સહીત બનાસકાંઠા સાસંદ પરબત ભાઈ પટેલ તેમજ મંત્રી પુર્ણેશ મોદી સહીત બનાસકાંઠા જીલ્લા ભાજપ ના પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ તેમજ ટૂરિઝમ વિભાગના સચિવશ્રી હારિત શુક્લા, કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે સહિત બીએસએફના ઉચ્ચ અધિકારીઓ- પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વાઘા-અટારી બોર્ડરની માફક હવે લોકો અહીં સીમા દર્શન કરી શકશે અને સાથે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોની કામગીરીથી પણ વાકેફ થઈ શકશે.જેમાં પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર ટુરિઝમના વિકાસ માટે ‘ટી-જંક્શન’, ઝીરો પોઇન્ટ તથા ટી-જંક્શનથી લઇને ઝીરો પોઇન્ટ સુધીના રસ્તા પર વિવિધ વિકાસકાર્યો કરવામાં આવ્યા છે.તેમજ વાઘાબોર્ડરની જેમ અહીં પણ જોવા મળશે રિટ્રીટ સેરેમની, એડવેન્ચર પાર્કમાં વ્યક્તિદીઠ રૂ. 300 થી 350 અલગ ખર્ચ થઇ શકે છે

પ્રવાસીએ આ મજા માણવા ચાર્જ ચુકવવો પડશે

  • રોકેટ ઇન્જેકટર
  • હાઈ એન્ડ લો રોપકોર્સ
  • ફ્રી ફોલ
  • રોક કલાઇમબિંગ
  • રી પ્લેઇંગ
  • જાયન્ટ સ્વિન્ગ
  • હ્યુમન બનજી સ્લિંગશોટ
  • મેલ્ટ ડાઉન
  • બન્જી બાસ્કેટ
  • એર રાઇફલ શૂટિંગ રેન્જ
  • આર્મી કમાન્ડો કોર્સ
  • ઓફ રાઉન્ડ ટ્રેક
  • રણસફારી
  • પેરામોટર જોય રાઈડ

100 રૂપિયામાં આ બધું જોવા મળશે

  • સીમાદર્શન ખાતે ફર્નિચર અને ઇન્ટિરિયર વર્ક સાથે 3 આગમન, પ્લાઝા-વિશ્રામ સ્થળ
  • 500 લોકો માટેની બેઠક ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ
  • ચેન્જિંગ રૂમ
  • સરહદ ગાથા પ્રદર્શન કેન્દ્ર અને મ્યુઝિયમ
  • ડેકોરેટિવ લાઇટિંગ
  • સોલાર ટ્રી
  • રિટેનિંગ વોલ
  • બીએસએફ બેરેક
  • 5000ની ક્ષમતાનુંં પરેડ ગ્રાઉન્ડ
  • એક્ઝિબિશન સેન્ટર
  • અજય પ્રહરી સ્મારક
  • 40 ફૂટની ઊંચાઈ પર ત્રિરંગો
  • BSF દ્વારા બીટિંગરિટ્રીટ સેરેમની
  • મિગ-27 એરક્રાફ્ટનું પ્રદર્શન
  • જમીનથી હવામાં વાર કરનારી મિસાઇલ્સ
  • ટી-55 ટેન્ક
  • આર્ટિલરી ગન
  • ટોરપીડો
  • વિંગ ડ્રોપ ટેન્ક
  • BSFની કાર્યપદ્ધતિ અને ફરજની વિવિધ પ્રતિકૃતિઓ
  • સરહદ ગાથા મ્યુઝિયમ જેમાં યુદ્ધમાં વપરાયેલા હથિયારો, વિષમ સંજોગોમાં નિભાવાતી ફરજ
  • ટી જંકશનથી ઝીરો પોઇન્ટ સુધી રસ્તા પર 1971ના યુદ્ધમાં વપરાયેલ મિગ વિમાન, આર્ટિફિસરી ગન, ટોર્નેડો મિસાઈલ, યુદ્ધ ટેન્ક
  • સેલ્ફી પોઇન્ટ

ટી જંકશનથી પાકિસ્તાન બોર્ડર સુધીની ઝીરોલાઈન.

Tags: ##VAV##બનાસકાંઠા#Union Home Minister Amit Shah today inaugurated the Seema Darshan project at a cost of Rs 125 crore near India-Pakistan border.#Union Minister Amit Shah will inaugurate the Indo-Pakistan international border at a cost of Rs 125 crore.#અમિતભાઈ શાહ#ગુજરાત#ગુજરાત ટુર્રીજ્મ#નડાબેટ ના સમાચાર#નડાબેટ બોર્ડર ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#ભારત પાક બોર્ડર નજીક 125 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સીમા દર્શન પ્રોજેક્ટનું આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખુલ્લું મુકાયું#ભારત-પાકિસ્તાન#ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે#લેટેસ્ટ સ#લેટેસ્ટ સમાચાર#લોકલ સમાચાર આજ ના સમાચાર
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: