ડીસા શહેરના જિલ્લા પંચાયત રેસ્ટ હાઉસ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સેના પ્રમુખની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દરેક પક્ષ અત્યારથી જ એડી ચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે વિધાનસભાની ચૂંટણીને લઇ પક્ષને મજબૂત કરવા બેઠક યોજી કાર્યકર્તાઓને પક્ષ ને લગતા કામો સોંપવામાં આવી રહ્યા છે ત્યારે આજે ડીસા શહેરના જિલ્લા પંચાયત રેસ્ટ હાઉસ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ આંબલીયા પાલની અધ્યક્ષતામાં આજે જિલ્લા કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં આવનારી વિધાનસભાની લઈ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર કોંગ્રેસ વિજય બને તે માટે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો ને લગતા અનેક મુદ્દાઓ સામે આવ્યા છે તેને લઈને પણ આ બેઠકમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સેના પ્રમુખને રજુઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ ઠાકરસિંહ દેસાઈ પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પોપટજી દેલવાડીયા શહીદ ડીસા શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *