વાવ ઓક્સીજન પ્લાન્ટ ની પ્યોરીટી નથી જળવાઈ ચડી ચર્ચા ના એરણે

સરહદી બનાસકાંઠા ના વાવ ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ ખાતે અંદાજીત ૫૦ લાખ ના ખર્ચે ઓક્સીજન પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે ઓક્સીજન પ્લાન્ટ લોકાર્પણ ને અંદાજીત ૬ માસ પણ પૂર્ણ નથી થયા અને ઓક્સીજન પ્લાન્ટ માં ખરાબી જોવા મળી રહી છે જાણવા મળતી માહિતી મુજબ વાવ ખાતે આવેલ ઓક્સિજન પ્લાન્ટ ઓક્સીજન બનાવવા ની પ્યોરીટી નથી જળવાઈ રહી જે પ્યોરીટી ૯૦ ની બદલે માત્ર ૩૫ ટકા થઇ ગઈ છે

જેની જાણ સરકારી હોસ્પિટલ દ્વારા જોગ વેસ્ટ ટુ એનર્જી પ્રાઇવેટ કંપની ને વારંવાર લેખીક અને મૌખિક રજૂઆત કરવા છતા આંખ આડા કાન કરી તેનું સમારકામ ના થતું હોવાની રાવ સામે છે વધુમાં આ બાબતે હોસ્પિટલ પ્રશાસન દ્વારા તાલુકા વિકાસ અધિકારી ને પણ રજૂઆત કરવામાં આવી છેપરંતુ આજ સુધી નિકાલ નથી આવ્યો .અત્રે  ઉલ્લેખનીય છે કે આ ઓક્સીજન પ્લાન્ટ ની ટેન્ડર પ્રક્રિયામાં અગાઉ પણ કોઈ ખાનગી ન્યૂઝ પેપર ના અહેવાલ માં  કોઈ કંપની અને અધિકારી સાથે સાઠ ગાઠ હોવાનું ચર્ચા ના એરણે ચઢ્યું હતું જે બાબતે ડીડીઓ આ બાબતની સત્વરે નોધ લઈ આ ઓક્સીજન પ્લાન્ટ નું સમારકરાવે તેવી લોક માંગ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *