રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ શરૂ થતાં યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા બનાસકાંઠા જિલ્લાના ૪૦ જેટલાં વિદ્યાર્થીઓ ફસાયા છે. યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓ યુદ્ધની સ્થિતિમાં ત્યાં ફસાઈ જતાં તેમના માતા-પિતાના જીવ તાળવે ચોટ્યા છે. પરંતુ ગભરાવાની કોઈ જરૂર નથી આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા આ વિદ્યાર્થીઓને સહીસલામત વતન પરત લાવવા માટેની કામગીરી રાતદિવસ ચાલુ છે. યુક્રેનમાં ફસાયેલા બનાસકાંઠા જિલ્લાના ૪૦ વિદ્યાર્થીઓ સહીસલામત છે. તે પૈકી ૧૯ વિદ્યાર્થીઓ રોમાનિયા પહોંચી ગયા છે, ૩ પોલેન્ડ અને ૪ વિધાર્થીઓ ખારકીવ પહોંચ્યા છે. ૧૧ વિદ્યાર્થીઓ યુક્રેનના જુદા જુદા શહેરોમાં સહીસલામત છે. જયારે ૩ વિદ્યાર્થીઓનો સંપર્ક થઈ શક્યો નથી. યુક્રેન અભ્યાસ અર્થે ગયેલ વિદ્યાર્થીઓની યાદી આ સાથે સામેલ છે. તેમ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.
યુક્રેનમાં ફસાયેલા બનાસકાંઠા જિલ્લાના ૪૦ વિદ્યાર્થીઓ સહીસલામત : ૧૯ વિદ્યાર્થીઓ રોમાનિયા, ૩ પોલેન્ડ અને ૪ વિધાર્થીઓ ખારકીવ પહોંચ્યા
Tags:
#3 from Poland and 4 from Kharkiv#40 students from Banaskantha district trapped in Ukraine survived: 19 students from Romania#બનાસકાંઠા ના સમાચાર#યુક્રેનમાં ફસાયેલા બનાસકાંઠા જિલ્લાના ૪૦ વિદ્યાર્થીઓ સહીસલામત : ૧૯ વિદ્યાર્થીઓ રોમાનિયા#લોકલ સમાચાર
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
