હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ ક્રોસકન્ટ્રી દોડમાં હંમેશા ડીસા કોલેજના ખેલાડીઓનો દબદબો રહેલો છે.કોલેજના ત્રણસો થી વધારે ખેલાડીઓ નેશનલ કક્ષાએ ભારતના જુદાજુદા રાજ્યોમાં ભાગ લઈને અને ચેમ્પિયન થઈને રમત ગમત ક્ષેત્રે ડીસા કોલેજનું નામ ગુંજતું કર્યું છે. તાજેતરમાં પી.જી ભવન પાટણ ખાતે આંતર કોલેજ ક્રોસકન્ટ્રી દોડ યોજાઈ. આ દોડ 10 કિલોમીટર ની હોય છે.જેમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન અનેક કોલેજોએ ભાગ લીધો. આ દોડમાં ડીસા કોલેજના ભાઈઓ સોલંકી કંચનજી, સોલંકી મહેશ, દેલાસણીયા મેહુલજી, અને પરમાર વિરમજી અને બહેનો માળી નીતા,ઠાકોર ભારતી, ઠાકોર પાયલ,અને સોલંકી જેમીએ ભાગ લીધો. ટુર્નામેન્ટમાં ભાગ લીધો એટલુંજ નઈ પણ આ ખેલાડીઓએ સખત પ્રેક્ટિસ કરીને ટુર્નામેન્ટમાં ઉચ્ચકક્ષાનું પરફોર્મન્સ આપીને સમગ્ર યુનિવર્સિટીમાં ડીસા કોલેજ નું નામ રોશન કરીને યુનિવર્સિટી ચેમ્પિયન થયેલ છે.સોલંકી કંચનજી,સોલંકી મહેશ, દેલાસણીયા મેહુલજી અને માળી નીતા, ઠાકોર ભરતી,તથા ઠાકોર પાયલ એમ આ છ ખેલાડીઓ આગામી 9 માર્ચે કર્ણાટકના મેગ્લોર ખાતે યોજાનાર નેશનલ ટુર્નામેન્ટમાં રમવા જશે.આ સ્પર્ધામાં ચેમ્પિયન થયેલ ખેલાડી ભાઈઓ અને બહેનો તથા તેમના કોચ પ્રોફેસર ડૉ. આર ડી ચૌધરી તથા મેનેજર ઠાકોર અજમલને સંસ્થા પરિવારે ખુબ ખુબ અભિનંદન પાઠવાયા હતા
ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ક્રોસકન્ટ્રી દોડમાં ડીસા કોલેજના ભાઈઓ અને બહેનો ની ટીમ ચેમ્પિયન બની
Tags:
#The team of brothers and sisters of Deesa College became the champion in North Gujarat University cross country race#ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ક્રોસકન્ટ્રી દોડમાં ડીસા કોલેજના ભાઈઓ અને બહેનો ની ટીમ ચેમ્પિયન બની
Related News Stories
એશિયા કપ તીરંદાજી: તેજલ સાલ્વેનો ડબલ કમાલ, ભારતને રજત અને કાંસ્ય ચંદ્રક
ભારતીય તીરંદાજી માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. યુવા તીરંદાજ તેજલ રાજેન્દ્ર સાલ્વેએ બેંગકોકમાં યોજાયેલા...
શ્રીલંકા એ ભારત સામે ૬ વિકેટે વિજય મેળવ્યો ,ભારત ને ફાઈનલ માં ચમત્કાર પહોચાડે તેવી પરિસ્થતિ નું નિર્માણ થયું
દુબઈ :શ્રી લંકા બેટિંગ માં પથુમ નિસંકા (52)અને કુશલ મેન્ડિસની અડધી સદી (57)ફટકારી બાદ...
પતિ પત્ની વચ્ચે રમુજી વાકયુદ્ધ,પાકિસ્તાની યુવકની ભારતીય પત્નીએ પતિને ખિજાયો,વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
જ્યારે જ્યારે ભારત-પાકિસ્તાન ની મેચ હોય ત્યારે હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળતા હોય છે.તેવો કિસ્સો...
ભારત-પાકિસ્તાનની મેચ જોવા પહોચેલી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર થઇ ટ્રોલ
દૂબઇમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને જોવા માટે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાને સોશિયલ...
