આજરોજ ડીસા ખાતે કાર્યરત આદર્શ હાઇસ્કુલ ડીસા ખાતે નેહરુ યુવા કેન્દ્ર પાલનપુર દ્વારા આયોજિત બ્લોક લેવલ ની ઇન્ટર જૂથ ક્લબ ઓફ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ખો-ખો કબડ્ડી ની સ્પર્ધામાં ભાગ લઇ ઉત્સાહભેર રમ્યા હતા. વિદ્યાર્થીઓ ભણતરની સાથોસાથ રમત વિશે જાણતા થાય તે માટે દર વર્ષે વિવિધ શાળાઓ દ્વારા રમત ગમતનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં ખાસ કરીને શાળા કક્ષાની યોજાતી સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ રમતોમાં સારું પ્રદર્શન કરી વિજેતા બનતા હોય છે જેના કારણે આવનાર સમયમાં યોજાતી ઉચ્ચ કક્ષાની રમત ગમતમાં આ વિદ્યાર્થીઓ પોતાના માં રહે કૌશલ્ય બતાવી સમગ્ર દેશમાં નામ ગુંજતું કરતા હોય છે ત્યારે આજે ડીસાની આદર્શ હાઇસ્કુલ ખાતે પણ રમત ગમતનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર સ્પર્ધાનું આયોજન પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર નશાબંધી ગઢવી સાહેબ તેમજ આદર્શ શાળાના પ્રિન્સિપાલ કે.પી રાજપુત દ્વારા કરવામાં આવ્યું હતું આ સમગ્ર સ્પર્ધામાં વિજેતા બનેલી ટીમોને ઇનામરૂપે ટ્રોફી આપવામાં આવ્યા હતા. સમગ્ર સ્પર્ધાનું સંચાલન હરીશભાઇ પવાયા ઈશ્વરભાઈ રાવળ,શામળભાઈ ચૌધરી તથા અલકાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.
ડીસા ખાતે નેહરુ યુવા કેન્દ્ર પાલનપુર દ્વારા આયોજિત બ્લોક લેવલ ની ઇન્ટર જૂથ ક્લબ ઓફ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
