બનાસકાંઠા જિલ્લામાં દિન-પ્રતિદિન લૂંટ ધાડ ની ઘટના માં વધારો થઈ રહ્યો છે ત્યારે ગત મોડી રાત્રે ડીસાના એક વેપારી ને પાંચ અજાણ્યા શખ્સો દ્વારા હથિયાર વડે લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હોવાની ઘટના બની હતી.સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, ડીસા ઓમ પાર્ક ખાતે રહેતા રસિકભાઈ કાંતિલાલ ચોખાવાળા (મોદી) ડીસાની જીઆઇડીસીમાં મરચા ની ફેક્ટરી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે .રસિકભાઈ ચોખાવાળા મરચાના 25 -25 કિલોગ્રામ ના પેકેટ બનાવી રાજસ્થાનના અલગ-અલગ ગામડામાં દુકાનદારોને ઈકો ગાડીમાં છૂટક મરચાનું વેચાણ કરે છે અને તેમની છેલ્લા ત્રણ મહિનાથી લુણપુર ગામના શાંતુજી દરબાર ની ઇકો ગાડી લઈ ડીસા થી રાજસ્થાન ફેરી કરે છે ત્યારે ગઇકાલે ઈકો ગાડીમાં અંદાજિત 15 જેટલા બોક્સ મરચાના ભરી ડીસા થી રાજસ્થાન ગયેલા અને વેડીયા ગામે આવતા આર.કે ટ્રેડિંગ ના માલિક રાણેખાન પાસેથી રસિકભાઈ ચોખાવાલાને ૪૫ હજાર રૂપિયા લેવાના હોવાથી જેમાં રાણેખાને રસિકભાઈ ચોખાવાલાને એક બિલ ના ૨૨૫૦૦ આપેલા અને બીજા પછી આપવાનું કહેલ ઉપરાંત ડીસા માર્કેટયાર્ડ ખાતે આવેલ હિન્દુસ્તાન ટ્રેડિંગ નામની પેઢી ના સાત લાખ રૂપિયા આપવના છે જે રૂપિયા ડીસા દિપક હોટલ પાસે માણસ લેવા આવવાનો હતો. તે બાદ રસિકભાઈ ચોખાવાળા અલગ-અલગ ગામડે જઇ ઉઘરાણી કરી કિંમત 50,650 તે લઈ ડીસા આવવા નીકળેલા ત્યારે ધાનેરા પાસે બનાવેલ નવો અવર બ્રિજ પસાર કરતા બે અજાણ્યા શખ્સો ઇકો ગાડી રોકાવેલ ત્યારે ઇકોગાડી ચાલક શામતુંજી દરબારે રસિકભાઈ ચોખાવાળા ને પુછેલ કે પેસેન્જર બેસાડવા છે.ત્યારે રસિકભાઈ ચોખાવાળા એ કહેલ કે બેસાડી દે જે બાદ બે અજાણ્યા શખ્સોને ડીસા જવું હોવાથી તેમને ઇકો ગાડીમાં બેસાડેલ. જે બાદ ઇકોગાડી ધાનેરા થી ઝેરડા ગામથી આગળ ઇકોગાડી ના ચાલક શાતુંજી દરબારે ગાડી પેશાબ કરવા ઉભી રાખેલ ત્યારે ઇકો ગાડીમાં બેસેલ બે અજાણ્યા શખ્સોએ ગાડીમાં બેઠેલ રસિકભાઈ ચોખા વાલાને ગળાના ભાગે છરો ભીડાવી કહેલ કે તારી જોડે જે હોય તે આપી દે નહિતર જાનથી મારી નાખીશું તેમ કહેલ તેમજ ઇકોગાડી ના ચાલક શામતુંજી દરબારે પણ ધમકાવેલ જે બાદ ઇકોગાડી ની સીટ નીચે પડેલ 7 લાખ તેમજ રસિકભાઈ ચોખાવાલ ની ઉઘરાણી 50,650 તેમજ બે મોબાઈલ તેમજ રસિકભાઈ ચોખાવાલ ના ગજવામાં પડેલ 1500 આમ કુલ રૂપિયા 7,53,150 ની તેમજ ઇકોગાડી ની ચાવી લઈ ત્યાંથી ફરાર થઈ ગયેલ. જે બાદ સમગ્ર ઘટનાની જાણ રસિકભાઈ ચોખાવાલા એ ડીસા તાલુકા પોલીસ ને જાણ કરતા ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી જે બાદ રસિકભાઈ કાંતિલાલ ચોખાવાલાએ બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી હતી. ડીસા તાલુકા પોલીસે ડીસા ડીવાયએસપી ડો.કુશલ ઓઝા ના માર્ગદર્શન હેઠળ તાલુકા પી.આઈ.એમ જે ચૌધરી અને પી.એસ.આઇ એસ એસ રાણે દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરતા ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલ્યો હતો તેમજ કુલ પાંચ આરોપીને ઝડપી લીધા હતા.સમગ્ર લૂંટનો પ્લાન ડ્રાઇવર શાંતુજી એ કરેલો હતો શાંતુજી દરરોજ વેપારીની સાથે જતા હોવાથી તેમજ વેપારી ઉઘરાણી લઈને આવતા હોવાની ડ્રાઇવર ને જાણ હતી જેથી ડ્રાઈવરે પોતાના જ ગામના અન્ય શખ્સો સાથે મળી વેપારી લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો.
ડીસા તાલુકા પોલીસે લુંટ ની ધટના ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો
Tags:
##બસનાસકાંઠા ના સમાચાર#Deesa taluka#gujarat#gujarati news#gujarati news channel live#gujarati news live#yeh hai news india 2020#YHNI2021#આજ ના તાજા સમાચાર#આજના સમાચાર તાજા ગુજરાતી 2021#ડીસા#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા તાલુકા સમાચાર#ડીસા તાલુકાના ફાગુંદરા સરપંચ નો સન્માન સમારોહ#ડીસા ના આજ ના#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના આજના સમાચાર#ડીસા ના લોકલ સમાચાર#ડીસા ના સમાચાર#ડીસાની તિરુમાલા સોસાયટીમાં પિતા અને પુત્રને કોરોના રિપોર્ટ આવ્યા પોજેટિવ#દાંતીવાડા ટોલ મુક્તિ ને લઇ ને ધારાસભ્ય NHAI લખ્યો પત્ર#ફાગુંદરા સરપંચ નો સન્માન સમારોહ#બનાસકાંઠા ના સમાચાર#બનાસકાંઠા નું નેટવર્ક#લોકલ#લોકલ નેટવર્ક
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
