મોરવાડા ગ્રામ-પંચાયત ની સરપંચ પદની બેઠક પર બાહોશ પત્રકાર રાજુભાઈ ઠાકોરે ઉમેદવારી નોંધાવી.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ચૂંટણી ઓ ને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાની મહત્વની ગણાતી બેઠક મોરવાડા માં પણ ગ્રામ પંચાયત ની ચૂંટણી નો જંગ જામ્યો છે, જેમાં આજે મોરવાડા ગામના ક્ષત્રિય-ઠાકોર સમાજમાંથી સરપંચની બેઠક માટે દિવ્ય-ભાસ્કર ના બાહોશ પત્રકાર અને પ્રતિભાશાળી એડવોકેટ(વકીલ) એવા રાજુભાઈ ઠાકોર પણ આજે બહોળી સંખ્યાની જનમેદનીમાં તેમની પેનલના  સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવવા સુઈગામ તાલુકાની મામલતદાર કચેરી એ આવીને તેમની ઉમેદવારી નોંધાવવા અલગ-અલગ વોર્ડ ના સભ્યો અને તેમનું  સરપંચ પદની ઉમેદવારી નું ફોર્મ ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કર્યું હતું.

જો કે રાજુભાઈ ઠાકોર વિશે ગામના અન્ય સમાજના આગેવાનો પાસે જાણવાનો પ્રયત્ન કરતાં જાણવા મળ્યું હતું કે રાજુભાઈ ઠાકોર એક બાહોશ-પત્રકાર ની સાથે પ્રતિભાશાળી વકીલ પણ છે અને સુઈગામ તાલુકાના ભાજપ પાર્ટીના ઉપ-પ્રમુખ પણ છે. રાજુભાઈ ઠાકોર હસમુખો ચહેરો, સૌમ્ય સ્વભાવ,અને પારદર્શક જીવન જીવવાની કળા તેમજ કોઈપણ ભેદભાવ શિવાય તમામ સમાજોને સાથે લઈ ચાલનારા ગામના એક યુવા ઉમેદવાર છે, જેનો લાભ સમગ્ર ગામને મળશે, અને તેઓ ગામના વિકાસ માટે રાત-દિવસ જોયા વગર ખડે-પગે કામ કરશે તેઓ એ સંપૂર્ણ વિશ્વાસ સાથે સરપંચ ની ચુંટણી નું બિગુલ ફૂકયું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *