Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

બનાસ બેંકની ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો ચૂંટણીમાં કોણે જીત મેળવી ..

સરહદી બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી સહકારી બનાસ બેંકનું આજે પરિણામ જાહેર થયું. 10 બેઠકો અગાઉ બિનહરિફ થઈ ગઈ હતી. પરંતુ 9 બેઠકો માટે મતદાન થતાં આજે પરિણામ જાહેર થયું. ભાજપે આપેલા મેન્ડેટના કેટલાક ઉમેદવારો વિજેતા બન્યા. જ્યારે શિસ્ત ભંગ બદલ સસ્પેન્ડ કરાયેલા ઉમેદવારોએ પણ પોતાના બળ પર જીત મેળવી. જેમાં 10 બેઠકો બિનહરીફ બની હતી. જ્યારે 9 બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી. ચૂંટણી પહેલાં જ ભાજપે નવ જેટલા ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેથી ભાજપ સામે ભાજપના જ ઉમેદવારો મેદાને હતા. ભાજપે શિસ્તભંગ બદલ મતદાનના એક દિવસ અગાઉ જ પાંચ આગેવાનોને સસ્પેન્ડ કર્યા હતા. જેના કારણે રાજકીય ભૂકંપ સર્જાયો હતો. આજે આવેલા પરીણામમાં ભાજપે જે પાંચ ઉમેદવારને સસ્પેન્ડ કર્યા હતા તે પૈકી ત્રણ ઉમેદવાર સામે ભાજપના મેન્ડેટનો ઉમેદવાર હોવા છતાં વિજેતા બન્યા હતા. જ્યારે અન્ય બેઠકો પર ભાજપના મેન્ડેટ ઉમેદવાર વિજેતા બન્યા હતા.

જીત મેળવેલ  ઉમેદવાર નીચે મુજબ  :

પાલનપુર :- પરથી લોહ,

વડગામ :- કેશર ચૌધરી, દાંતીવાડા :- સવસી ચૌધરી, લાખણી :- નારણ દેસાઈ, ડીસા :- જીગર દેસાઈ
દિયોદર :- ઈશ્વર પટેલ, સુઈગામ :- દાનાજી ચાવડા, ભાભર :- પીરાજી ઠાકોર

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: