Live Sat, Nov 7, 2026
Rajkot • 31°C Sunny

દ્વારકાધીશ મંદિર પર પડી વીજળી, દ્વારકાના એસડીએમ ભેટારિયાએ કહ્યુંધ્વજાના દંડને સામાન્ય નુકસાન

દેશભરમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન દેવભૂમિ દ્વારકામાં પણ વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જે દરમિયાન દ્વારકાધીશના શિખર ધ્વજ પર વીજળી ત્રાટકી હતી. જેમાં ધ્વજા ખંડિત થઈ છે. કુદરતી પ્રકોપને દ્વારકાધીશે પોતાના શિરે લીધા હોઈ તેવા અદભૂત દ્રશ્યો જોવા મળ્યા હતા. દ્વારકાધીશ મંદિર શિખર ધ્વજ પર વીજળી ત્રાટકતી હોય તેવો વીડિયો સોશિયલ મીડીયામાં જેવા કે ફેસબુક અને Twitter વાયરલ થયો છે.જગતમંદિરની ધ્વજાજી પર વીજળી પડતા દંડને અને ધ્વજાને સામાન્ય નુકસાન પહોંચ્યું છે. મહત્વનું છે કે, દ્વારકાધીશ મંદિર પર ચડતી ધ્વજાનું ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવે છે. સ્થાનિક લોકોનું માનીએ તો, મંદિર આસપાસ વીજળીના આ પ્રકારના દ્રશ્યો પ્રથમવાર જોવા મળ્યા હતા. દ્વારકાના એસડીએમ ભેટારિયાએ કહ્યું હતું કે, આજે બપોરના સમયે જગતમંદિરની ટોંચ પર લહેરાતી ધ્વજા પર વીજળી પડી હતી. જેના કારણે ધ્વજાના દંડને સામાન્ય નુકસાન થયું છે, જગતમંદિરને કોઈ નુકસાની થઈ નથી

Tags: #dhrm
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: