Live Thu, Nov 19, 2026
Rajkot • 31°C Sunny
📍 વાવ થરાદ

ચેક રિટર્ન કેસમાં ભાભર કોર્ટનો ચુકાદો: આરોપીને એક વર્ષની કેદ, રૂ. 2.50 લાખ ચૂકવવાનો હુકમ

ચેક રિટર્ન કેસમાં ભાભર કોર્ટનો ચુકાદો: આરોપીને એક વર્ષની કેદ, રૂ. 2.50 લાખ ચૂકવવાનો હુકમ

વાવના ગંભીરપુરાના વિષ્ણુભાઈ માળીને સજા; ફરિયાદીને રકમ નહીં ચૂકવે તો વધારાના બે માસની કેદ ભોગવવી પડશે

(વાવ-થરાદ)

વાવ તાલુકાના ગંભીરપુરા ગામના વેપારી સામે રૂ. 2.50 લાખના ચેક રિટર્ન કેસમાં ભાભર અદાલતે ચુકાદો આપ્યો છે. અદાલતે આરોપી વિષ્ણુભાઈ હીરાભાઈ માળીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, ફરિયાદીને રૂ. 2.50 લાખ ચૂકવવાનો હુકમ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગંભીરપુરા ગામના વિષ્ણુભાઈ હીરાભાઈ માળીએ ભાભરના ફ્રૂટના વેપારી આશીફભાઈ હુશેનભાઈ ઘાંચી પાસેથી છ મહિના માટે હાથ ઉછીના રૂ. 2.50 લાખ લીધા હતા. જોકે, નક્કી કરેલા સમયગાળા બાદ પણ તેમણે આ રકમ પરત કરી નહોતી.

આથી ફરિયાદી આશીફભાઈએ પોતાની રકમની ઉઘરાણી કરી હતી. તે સમયે વિષ્ણુભાઈએ રૂ. 2.50 લાખનો ચેક આપ્યો હતો. ફરિયાદીએ આ ચેક પોતાના બેંક ખાતામાં જમા કરાવ્યો હતો. જોકે, બેંકમાંથી ચેક પરત ફરતાં મામલો અદાલત સુધી પહોંચ્યો હતો.

ત્યારબાદ ફરિયાદીએ વકીલ મહેશકુમાર એસ. જયસ્વાલ મારફતે ભાભર અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન વકીલની દલીલો અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને અદાલતે ચુકાદો આપ્યો હતો.

ભાભર અદાલતના જજ એ.કે. સોમાણીએ તા. 19 નવેમ્બર, 2026ના રોજ ચુકાદો આપ્યો હતો. તેમાં આરોપી વિષ્ણુભાઈ હીરાભાઈ માળીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. સાથે જ ફરિયાદી આશીફભાઈ હુશેનભાઈ ઘાંચીને રૂ. 2.50 લાખની રકમ ચૂકવવાનો હુકમ કરાયો છે.

અદાલતના હુકમ મુજબ, જો આરોપી ફરિયાદીને રૂ. 2.50 લાખની રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેને વધારાના બે માસની કેદ પણ ભોગવવી પડશે.

Share Story: Facebook 𝕏 Post Telegram
ધ

ધ્રુપલ કલાલ ( જયસ્વાલ )

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

આદિજાતિ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સહાયમાં સરકારનો મોટો ખર્ચ! પાંચ વર્ષમાં પ્રિ-મેટ્રિક હેઠળ 58.38 લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 19, 2026

આદિજાતિ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સહાયમાં સરકારનો મોટો ખર્ચ! પાંચ વર્ષમાં પ્રિ-મેટ્રિક હેઠળ 58.38 લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભ

પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ હેઠળ 32,226 વિદ્યાર્થિનીઓને રૂ. 420.28 કરોડની સહાય; આવકમર્યાદા વધારી રૂ. 6 લાખ...
કુંડાળીયા ગામની સીમમાંથી માનવ અવશેષો મળી આવતાં ચકચાર! ગુમ યુવક સુખદેવ કોળીના હોવાની પરિવારને આશંકા Breaking
ક્રાઇમ (Crime) • 📍 વાવ થરાદ • Nov 17, 2026

કુંડાળીયા ગામની સીમમાંથી માનવ અવશેષો મળી આવતાં ચકચાર! ગુમ યુવક સુખદેવ કોળીના હોવાની પરિવારને આશંકા

ખેતરના પાળે ઝાડીમાંથી ખોપરી, પગના ભાગ સહિત હાડકાં મળ્યાં; માવસરી પોલીસ, FSL અને આરોગ્ય...
મોરવાડા માઇનોર કેનાલ-2માં સફાઈ વગર પાણી છોડતાં ખેડૂતના ખેતરમાં પાણી ફરી વળ્યાં! Breaking
વાવ-થરાદ • 📍 વાવ થરાદ • Nov 17, 2026

મોરવાડા માઇનોર કેનાલ-2માં સફાઈ વગર પાણી છોડતાં ખેડૂતના ખેતરમાં પાણી ફરી વળ્યાં!

એરંડાના પાકને નુકસાનની ભીતિ; ખેડૂત ઠાકરશીભાઈ ઠાકોરનો આક્ષેપ, વારંવાર રજૂઆત છતાં કાર્યવાહી નહીં વાવ-થરાદ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: