ojcil lEcel: Belot આંદોલન (Farmers Protest) માટે આજે મહત્વનો દિવસ છે. સુપ્રીમ કોર્ટ (Supreme Court) આજે દિલ્હીમાં ખેડૂતો સંબંધિત તમામ કેસની સુનાવણી કરશે. કેન્દ્ર સરકાર અને કિસાન વચ્ચે 8 મુલાકો પરિણામ વગરની રહી છે. સરકારે તેમનો પક્ષ મુકવા માટેવિસ્તૃત તૈયારી કરી છે. કૃષિ કાયદા (Farm Laws) વિરૂદ્ધ કિસાન આંદોલન લગભગ 47 દિવસથી ચાલી રહ્યું છે. પ્રદર્શન મામલે કોર્ટમાં ઘણી અરજીઓ કરવામાં આવી છે. એક અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, કિસાનોના પ્રદર્શનથી દરરોજના લગભગ 3,500 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. તે અરજીમાં દિલ્હીની સીમાઓને કોર્ટ આદેશથી ખાલી કરવાની માંગ કરી છે.
સુપ્રીમ કોર્ટે આ મામલે આ અગાઉ સુનાવણી 17 ડિસેમ્બરના કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, કિસાન જો શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યાં છે તો હલ આ મામલે યથાસ્થિતિ રહેવા દો. આ પહેલા સુપ્રી કોર્ટે વિવાદન્ને દૂર કરવા માટે ચર્ચા પર ભાર આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આંદોલનના કારણે કોરોના સંક્રમણ
(Corona Pandemi)ના ખતરા પર ચિંતા વ્યક્ત કરી હતી.