Live Tue, Nov 3, 2026
Rajkot • 31°C Sunny
📍 વાવ થરાદ

લાખણીમાં નકલી સર્ટિફિકેટ અને માર્કશીટનું કૌભાંડ ઝડપાયું, બે આરોપી પકડાયા

લાખણીમાં નકલી સર્ટિફિકેટ અને માર્કશીટનું કૌભાંડ ઝડપાયું, બે આરોપી પકડાયા

વાવ-થરાદ LCBના દરોડામાં બોગસ દસ્તાવેજો બનાવવાનું કૌભાંડ ખુલ્યું; ફર્સ્ટ એઈડ સર્ટિફિકેટ, બિહાર બોર્ડની માર્કશીટ અને ડુપ્લિકેટ આરસી બુક બનાવતા હોવાનો આક્ષેપ

વાવ થરાદ

વાવ-થરાદ LCB પોલીસે લાખણીમાં નકલી સર્ટિફિકેટ અને માર્કશીટ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે મુખ્ય બજારમાં આવેલી ઓનલાઈન ઓફિસ અને કમ્પ્યુટર ક્લાસીસમાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 17 વર્ષના કિશોર સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

પોલીસ તપાસમાં છેલ્લા બે વર્ષથી આ પ્રવૃત્તિ ચાલતી હોવાની વિગતો સામે આવી છે. અહીં તાલીમ અને પરીક્ષા વગર જ ફર્સ્ટ એઈડ સર્ટિફિકેટ બનાવવામાં આવતાં હતાં. આ ઉપરાંત બિહાર બોર્ડની ધોરણ-10ની બોગસ માર્કશીટ પણ બનાવી અપાતી હતી.

પરીક્ષા વગર ફર્સ્ટ એઈડ સર્ટિફિકેટ બનાવતા

તપાસ દરમિયાન ‘સેન્ટ જ્હોન એમ્બ્યુલન્સ ઇન્ડિયા, વેરાવળ’ના નામે બોગસ સર્ટિફિકેટ બનાવવામાં આવતાં હોવાનું સામે આવ્યું છે. ઉમેદવારોને તાલીમ કે પરીક્ષા વગર જ પ્રમાણપત્ર અપાતાં હતાં.

ખાસ કરીને GSRTC કંડક્ટરની ભરતી માટે ઉમેદવારો પાસેથી ₹2,000થી ₹2,500 લેવામાં આવતા હતા. ત્યારબાદ વર્ષ 2024ની બેકડેટમાં ફર્સ્ટ એઈડના પ્રોવિઝનલ સર્ટિફિકેટ બનાવી અપાતા હતા. સાથે ₹1,000ની બોગસ ફી પહોંચ પણ આપવામાં આવતી હતી.

₹15 હજારમાં બિહાર બોર્ડની બોગસ માર્કશીટ

ઓનલાઈન સેન્ટરની પાછળ ‘નેશનલ કમ્પ્યુટર ક્લાસીસ’ આવેલી છે. તેના સંચાલક મુકેશ માજીરાણા સામે વિજિલન્સ અને પોલીસને અરજીઓ મળી હતી. આથી તપાસ શરૂ કરવામાં આવી હતી.

તપાસમાં મહિપતસિંહ રાજપૂત પાસેથી ₹15,000 મેળવી બિહાર બોર્ડના નામે બોગસ માર્કશીટ બનાવી આપ્યાનો આક્ષેપ છે. પરીક્ષા આપ્યા વગર ધોરણ-10ની માર્કશીટ અને માઈગ્રેશન કમ ટ્રાન્સફર સર્ટિફિકેટ અપાયાં હતાં.

ડુપ્લિકેટ આરસી બુક પણ બનાવી આપતા હોવાનો આક્ષેપ

પોલીસ તપાસમાં શામળા રબારી અને મુકેશ માજીરાણા ભાગીદારીમાં ઓફિસ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. ત્યાં કામ કરતો 17 વર્ષનો કિશોર પણ આ પ્રવૃત્તિમાં જોડાયેલો હોવાનો આક્ષેપ છે.

માલિકોના કહેવાથી તે ખાસ આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને વેબસાઇટ પર લોગિન કરતો હતો. ત્યારબાદ વાહન નંબર નાખીને ડુપ્લિકેટ આરસી બુકની PDF તૈયાર કરતો હતો. આ PDFની જાડા કાર્ડ પર કલર પ્રિન્ટ કાઢીને ગ્રાહકોને આપવામાં આવતી હતી. એક આરસી બુકના ₹200થી ₹1,000 સુધી વસૂલવામાં આવતા હોવાની વિગતો પણ તપાસમાં સામે આવી છે.

બે આરોપીઓની ધરપકડ, ₹1.20 લાખનો મુદ્દામાલ કબજે

આ કેસમાં પોલીસે શામળા રબારી અને મુકેશ માજીરાણા સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. બીજી તરફ, 17 વર્ષના કિશોર સામે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.

દરોડા દરમિયાન પોલીસે એક કમ્પ્યુટર, કલર પ્રિન્ટર, 110 કોરા કાર્ડ અને પાંચ મોબાઈલ ફોન કબજે કર્યા છે. કબજે કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹1,20,110 હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય લોકોની સંડોવણી અંગે તપાસ

આ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિ કે સરકારી કર્મચારીની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. સાથે જ ડુપ્લિકેટ આરસી બુક બનાવવા માટે ઉપયોગમાં લેવાતી વેબસાઇટ અને લિંક અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

તપાસમાં વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે. પોલીસ દ્વારા આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.

Source: Special Report
Share Story: Facebook 𝕏 Post Telegram
ધ

ધ્રુપલ કલાલ ( જયસ્વાલ )

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદના ત્રણ રસ્તા પાસે થિરપાલ ધરુંનું સર્કલ બનાવવાની લોકમાંગ, ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવાની રજૂઆત Breaking
વાવ-થરાદ • 📍 વાવ થરાદ • Nov 2, 2026

થરાદના ત્રણ રસ્તા પાસે થિરપાલ ધરુંનું સર્કલ બનાવવાની લોકમાંગ, ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવાની રજૂઆત

અકસ્માતોની ઘટનાઓને પગલે સુરક્ષિત ટ્રાફિક વ્યવસ્થાની માંગ; થરાદની ઐતિહાસિક ઓળખ જળવાય તે માટે થિરપાલ...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
પાલનપુરમાં 106 વાહનો ડિટેઈન થતાં વાવ-થરાદના બિનઅધિકૃત શોરૂમો પર સવાલો, RTO ક્યારે કરશે તપાસ? Breaking
વાવ-થરાદ • 📍 વાવ થરાદ • Nov 1, 2026

પાલનપુરમાં 106 વાહનો ડિટેઈન થતાં વાવ-થરાદના બિનઅધિકૃત શોરૂમો પર સવાલો, RTO ક્યારે કરશે તપાસ?

નકલી સ્પેરપાર્ટ્સ અને ગેરકાયદે વેચાણના કૌભાંડ બાદ પણ સરહદી પંથકમાં અન-ઓથોરાઈઝ્ડ ડીલરોના ધમધમાટની ફરિયાદ;...
થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 31, 2026

થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન

નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો; સરદાર પટેલને...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: